નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, ઉપ રાષ્ટ્રપતિ વેંકૈયા નાયડૂ સહિત ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે રામનવમી પર્વને લઇને દેશની શુભકામના પાઠવી છે.
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પણ દેશવાસીઓને ટ્વીટ કરી રામનવમી પાવન પર્વ નિમિતે શુભેચ્છા પાઠવી હતી. આ તકે રાષ્ટ્રપતિએ વધુમાં કહ્યું હતું કે, ભગવાન રામનું આદર્શ જીવન સદાચાર, સહનશીલતા, સહ્રદયતા અને મૈત્રી ભાવનો સંદેશ આપે છે.
ઉપરાષ્ટ્રપતિ વેકૈયા નાયડુએ પણ ટ્વીટના માધ્યમથી રાષ્ટ્રને શુભકામના પાઠવી હતી. આ ઉપરાંત રામના આદર્શોને અનુકરણ કરવાની અપીલ કરી હતી.
વડાપ્રધાન મોદીએ રામનવમીના પાવન અવસર પર ટ્વીટ કરી દેશવાસીઓને શુભકામના પાઠવી હતી. આ સાથે જય શ્રી રામ પણ કહ્યું હતું.
ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે પણ ટ્વીટ કરી અને શુભકામના પાઠવી હતી. આ ઉપરાંત તેને વધુ જણાવ્યું હતું કે, પ્રભુ શ્રી રામનું જીવન માનવ જાતિ માટે એક આદર્શ સમાન છે.