નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ અને અન્ય કેન્દ્રીય પ્રધાનો અને ભાજપ નેતાઓએ સોમવારે રક્ષાબંધન પ્રસંગે દેશવાસીઓને શુભેચ્છા પાઠવી હતી. PM મોદીએ ટ્વીટ કરીને કહ્યું રક્ષાબંધનના પાવનપર્વ પર દરેકને હાર્દિક શુભકામના. મોદી અને રાજનાથ સિંહ ઉપરાંત ભાજપ પ્રમુખ જે.પી.નડ્ડા, માહિતી અને પ્રસારણ પ્રધાન પ્રકાશ જાવડેકર, ફૂડ અને જાહેર વિતરણ પ્રધાન રામ વિલાસ પાસવાન અને અન્ય નેતાઓએ પણ ટ્વીટ કરીને ભાઈ-બહેનોના પવિત્ર તહેવાર નિમિત્તે લોકોને શુભેચ્છા પાઠવી હતી.
PM મોદી, રાજનાથસિંહે, જે.પી. નડ્ડાએ દેશવાસીઓને રક્ષાબંધનની પાઠવી શુભેચ્છા - રાજનાથ સિંહ રક્ષાબંધન શુભકામના
વડાપ્રધાન નરેન્દ્ર મોદી, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ અને અન્ય કેન્દ્રીય પ્રધાનો અને ભાજપ નેતાઓએ સોમવારે રક્ષાબંધન પ્રસંગે દેશવાસીઓને શુભેચ્છા પાઠવી હતી.

ુિ
જે.પી. નડ્ડાએ કહ્યું કે, ભાઈ-બહેનના સંબંધોનો પવિત્ર તહેવાર રક્ષાબંધનના તમામ ભાઈ-બહેનોને હાર્દિક શુભેચ્છાઓ. ભગવાનને પ્રાર્થના કે તમામ દેશવાસીઓમાં પરસ્પર પ્રેમ, સંપ, સુમેળ અને સમરસતા જળવાઈ રહે."
તમામ દેશવાસીઓને આ પવિત્ર પર્વની હાર્દિક શુભેચ્છાઓ પાઠવતાં જાવડેકરે કહ્યું હતું કે, આવો ઉત્સવ કદાચ ભારતમાં જ થાય છે. તમામ દેશવાસીઓને ખૂબ ખૂબ શુભકામનાઓ. શ્રાવણ માસની પૂર્ણિમાએ દર વર્ષે ઉજવવામાં આવતો આ તહેવાર બહેન અને ભાઈના પ્રેમ અને પવિત્ર સંબંધને ગાઢ બનાવે છે.