નવી દિલ્હી: શિક્ષણ મંત્રાલયે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ -2020ને લઈને પરિષદનું આયોજન કર્યું છે. સોમવારે રાષ્ટ્રપતિ કોવિંદ અને વડાપ્રધાન મોદી તેના ઉદ્ઘાટન સત્રમાં સંબોધન કરશે. આ પરિષદનું શીર્ષક ઉચ્ચ શિક્ષણમાં પરિવર્તનના સંદર્ભમાં નક્કી કરવામાં આવ્યું છે.
રાષ્ટ્રીય શિક્ષણ નીતિ પર ગવર્નર કોન્ફરન્સ : રાષ્ટ્રપતિ કોવિંદ અને વડાપ્રધાન મોદી કરશે સંબોધન - Prime Minister Narendra Modi
સોમવારે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-2020 પર રાજ્યપાલ સંમેલન યોજાશે. સમારોહના ઉદ્ઘાટન સત્રમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને વડાપ્રધાન મોદી વીડિયો કોન્ફરન્સિંગ મારફતે સંબોધન કરશે.
ગવર્નર કોન્ફ્રેસ
રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-2020 ગવર્નર્સ કોન્ફરન્સમાં તમામ રાજ્યોના શિક્ષણ પ્રધાનો, રાજ્યોની યુનિવર્સિટીઓના કુલપતિઓ અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ પણ હાજરી આપશે.
પરિષદને લગતા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020ની રચના ત્રણ દાયકાથી વધુ સમય પછી થઈ હતી. 21 મી સદીની આ પહેલી શિક્ષણ નીતિ છે. છેલ્લી રાષ્ટ્રીય શિક્ષણ નીતિની જાહેરાત 1986માં કરવામાં આવી હતી.