ગુજરાત

gujarat

ETV Bharat / bharat

કેન્દ્રીય પ્રધાન રામ વિલાસ પાસવાનનું નિધન, રાષ્ટ્રપતિ અને વડાપ્રધાને શોક વ્યક્ત કર્યો - રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદ

લોક જનશક્તિ પાર્ટી (LJP) ના સ્થાપક રામ વિલાસ પાસવાનનું દિલ્હીમાં ગુરુવારના રોજ નિધન થયું છે. તેમની ઉંમર 74 વર્ષની હતી. તેઓ ઘણા સમયથી બીમાર હતા. રાષ્ટ્રપતિ અને પીએમ મોદીએ શોક વ્યક્ત કર્યો છે.

Ram Vilas Paswan
Ram Vilas Paswan

By

Published : Oct 9, 2020, 9:06 AM IST

નવી દિલ્હી. લોક જનશક્તિ પાર્ટી ((LJP) ના સ્થાપક રામ વિલાસ પાસવાનનું દિલ્હીની હોસ્પિટલમાં સારવાર દરમિયાન નિધન થયુ હતું. કેન્દ્રીય પ્રધાન રામ વિલાસ પાસવાને 74 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા હતા. પુત્ર ચિરાગ પાસવાને આ જાણકારી ખુદ ટ્વિટ કરીને આપી છે. રામ વિલાસ પાસવાન છેલ્લા કેટલાક દિવસોથી બીમાર હતા અને તેમને દિલ્હીની એસ્કોર્ટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

લોક જનશક્તિ પાર્ટીના 74 વર્ષીય માર્ગદર્શક પાસવાનનું થોડા દિવસો પહેલા એક હોસ્પિટલમાં કાર્ડિયાક ઓપરેશન થયું હતું. તેઓ પાંચ દાયકાથી પણ વધુ સમય રાજકારણમાં સક્રિય રહ્યા હતા અને દેશના જાણીતા દલિત નેતાઓમાંના એક હતા. પાસવાન ગ્રાહક, ખાદ્ય અને જાહેર વિતરણ પ્રધાન હતા.

રામવિલાસ પાસવાન છેલ્લા એક મહિનાથી હોસ્પિટલમાં દાખલ હતા. એઈમ્સમાં 2 ઓક્ટોબરની રાતે તેમની હાર્ટ સર્જરી કરાઈ હતી. આ પાસવાનની બીજી હાર્ટ સર્જરી હતી. આ પહેલા પણ તેમની એક બાયપાસ સર્જરી થઈ હતી.

રાજકીય નેતાથી લઇ રાષ્ટ્રપતિથી લઇ રાજકીય નેતાઓ દ્વારા ટ્વીટ કરી શોક વ્યક્ત કર્યો હતો.

પુત્ર ચિરાગ પાસવાને ટ્વિટમાં લખ્યું, 'પાપા .... હવે તમે આ દુનિયામાં નથી પણ હું જાણું છું કે તમે જ્યાં છો ત્યાં હંમેશા મારી સાથે છે. મિસ યુ પાપા. '

રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદે કેન્દ્રીય પ્રધાન રામવિલાસ પાસવાનના અવસાન પર શોક વ્યક્ત કર્યો છે. રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદે તેમના શોક સંદેશામાં કહ્યું, "કેન્દ્રીય પ્રધાન રામ વિલાસ પાસવાનના અવસાનથી દેશએ એક દૂરદર્શી નેતાને ગુમાવ્યો છે. તેઓ સૌથી સક્રિય અને લાંબા સમય સુધી સેવા આપતા સાંસદોમાં ગણાય છે.

" રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે વધુએક ટવીટ કર્યું હતું કે, "જયપ્રકાશ નારાયણ જેવા દિગ્ગજોની પાસેથી જાહેર સેવા શીખનારા પાસવાન કટોકટી વિરોધી આંદોલન દરમિયાન સમાજવાદી તરીકે ઉભરી આવ્યા હતા. તેઓ જનતા સાથે મજબૂત જોડાણ ધરાવતા હતા અને હંમેશાં લોકહિત માટે તૈયાર હતા. "

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ શોક વ્યક્ત કર્યા છે ટ્વીટ કરી કહ્યું છે કે મારી પાસે શબ્દ નથી આપણા રાષ્ટ્રમાં મોટી ખોટ પડી છે જે ક્યારેય નહી ભરાય, રામ વિલાસ પાસવાન જીનું અવસાન વ્યક્તિગત નુકસાન છે. મેં એક મિત્ર, મૂલ્યવાન સાથીદાર અને એવી વ્યક્તિ ગુમાવી છે કે જે દરેક ગરીબ વ્યક્તિ ગૌરવપૂર્ણ જીવન જીવે તેની ખાતરી કરવા માટે ખૂબ ઉત્સાહી હતો.

કેન્દ્રીય પ્રધાન રામ વિલાસ પાસવાનના નિધલ અંગે શોક વ્યક્ત કરતાં કેન્દ્રીય સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે કહ્યું કે 'રામવિલાસ જીના અવસાનથી બિહાર રાજ્ય અને રાષ્ટ્રીય રાજકારણમાં પણ એક વિશાળ ખોટ પડી છે. તેની સાથે મારી ખૂબ જ લાંબી અને સારી મિત્રતા હતી. તેનું મૃત્યુ મારા માટે અંગત નુકસાન છે. દુઃખની આ ઘડીમાં ભગવાન તેમના પરિવાર અને ચાહકોને હિંમત આપે છે. 'શાંતિ!'

એક અન્ય ટવીટમાં રાજનાથસિંહે લખ્યું છે કે 'કેન્દ્રીય પ્રધાન રામવિલાસ પાસવાન જીનું અવસાન મારા માટે ખૂબ દુખદાયક છે. તેમના લાંબા રાજકીય જીવનમાં, તેમણે હંમેશા ગરીબ, દલિતો અને વંચિત લોકોના કલ્યાણ માટે કામ કર્યું.

કેન્દ્રીય પ્રધાન રામ વિલાસ પાસવાનના નિધન પર શોક વ્યક્ત કરતાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ ટ્વીટ કર્યું હતું કે રામવિલાસ પાસવાન જીના અકાળ અવસાનના સમાચાર દુઃખદ છે. ગરીબ-દબાયેલા લોકોએ આજે ​​એક મજબૂત રાજકીય અવાજ ગુમાવ્યો છે. તેના પરિવારના સભ્યો પ્રત્યે મારો શોક છે. '

ABOUT THE AUTHOR

...view details