રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પોતાના સાઉથ પ્રવાસના બીજા દિવસે શનિવારના રોજ રામોજી ફિલ્મ સિટી વિશે અવલોકન કર્યું હતુ. રાષ્ટ્રપતિએ આ વાતની માહિતી ટ્વિટર દ્વારા આપી હતી. 20થી 28 ડિસેમ્બર સુધી સિકંદરાબાદમાં આવેલ રાષ્ટ્રપતિ નિલયમમાં પોતાના પ્રવાસ દરમ્યાન રાષ્ટ્રપતિએ સાઉથના કાર્યક્રમોમાં હાજરી આપશે. તેઓ 28મી ડિસેમ્બરના રોજ દિલ્હી પાછા જતા રહેશે.
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ રામોજી ફિલ્મ સિટીની મુલાકાતે, ટ્વિટ કરી આપી માહિતી - Ramnath kovind visit Ramoji film city
હૈદરાબાદઃ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે શનિવારે હૈદરાબાદમાં આવેલી રામોજી ફિલ્મ સિટી નિહાળી હતી. રાષ્ટ્રપતિએ ટ્વિટ કરી આ અંગે માહિતી આપી.
રાષ્ટ્રપતિ કોવિંદએ રામોજી ફિલ્મ સિટીની લીધી મુલાકાત,
રાષ્ટ્રપતિ કોવિંદએ ટ્વિટ કરી જણાવ્યું કે, રામોજી ફિલ્મ સિટીની મુલાકાત લીધી હતી અને રામોજી ફિલ્મ સિટીમાં ઘણી ભાષાઓમાં કેટલીય ટીવી સિરયલો અને ફિલ્મોની શૂટિંગ થઇ છે. આ ફિલ્મ સિટી આપણા કલાકારો અને નિર્દેશકોની આકરી મહેનત અને રચનાત્મકતાનું જીવંત પ્રમાણ છે.
મહત્વનું છે કે, રામોજી ફિલ્મ સિટી દુનિયાની સૌથી મોટી ફિલ્મ સિટી છે અને તે 2000 એકરમાં ફેલાયેલી છે.