પત્નીને ત્રણ તલાક આપી છોડનારા મુસ્લિમ પુરૂષોને 3 વર્ષ સુધીની સજાની જોગવાઈવાળા આ ખરડાને 19 સપ્ટેમ્બર 2019થી લાગૂ કરવામાં આવશે.
રાષ્ટ્રપતિની મોહર બાદ ટ્રિપલ તલાક કાયદો બન્યો, સમગ્ર દેશમાં 19 સપ્ટેમ્બરથી લાગુ - ટ્રીપલ તલાક બિલ
નવી દિલ્હીઃ મુસ્લિમ મહિલાઓને એક સાથે ત્રણ તલાકને ગુનો ગણાવતો ખરડાને બુધવારે મોડી રાત્રે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે મંજૂરી આપી છે. રાષ્ટ્રપતિની મંજૂરી મળતા જ આ ખરડો હવે કાયદો બની ચુક્યો છે.
gfmj
આ અગાઉ મંગળવારે રાજ્યસભાએ મુસ્લિમ મહિલા ખરડાને સ્વિકૃતિ આપી હતી. મોદી સરકારે આ બિલને 25 જુલાઈએ લોકસભામાં અને 30 જુલાઈએ રાજ્યસભામાં પસાર કરાવ્યો હતો.
રાજ્યસભામાં આ બિલના સમર્થનમાં 99 અને વિરોધમાં 84 વોટ પડ્યા હતા. આ અગાઉ વિપક્ષની બિલને સિલેક્ટ સમિતિમાં મોકલવાની માંગ પણ સંસદમાં પડી ગઈ હતી.
Last Updated : Aug 1, 2019, 7:50 PM IST