ગુજરાત

gujarat

ETV Bharat / bharat

નાગરિકતા સંશોધન બિલ પર રાષ્ટ્રપતિની મ્હોર, કાયદો લાગુ

નવી દિલ્હી: નાગરિકતા સંશોધન બિલ 2019ને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે મંજુરી આપી દીધી છે. આ મ્હોર લાગ્યા બાદ હવેથી તે કાયદો લાગુ થશે.

નાગરિકતા સંશોધન બિલ પર રાષ્ટ્રપતિની મ્હોર, કાયદો લાગુ
નાગરિકતા સંશોધન બિલ પર રાષ્ટ્રપતિની મ્હોર, કાયદો લાગુ

By

Published : Dec 13, 2019, 8:21 AM IST

10 ડિસેમ્બરના રોજ લોકસભામાંથી મંજુરી મળી હતી

તમને જણાવીએ કે, નાગરિકતા સંશોધન બિલને લઇને લોકસભામાં મોડી રાત સુધી ચર્ચા ચાલી હતી અને અંતે તેનું વોટિંગ કરવામાં આવ્યુ હતું. આ વોટિંગ દરમિયાન પક્ષમાં 311 મત પડ્યા હતાં જ્યારે 80 મત વિરૂદ્ધમાં પડ્યા હતાં જેને લઇને નાગરિતા સંશોધન બિલ લોકસભામાં પસાર થયુ હતું. આ બિલ દરમિયાન લોકસભામાં વિરોધ પક્ષે ભારે માત્રામાં હોબાળો મચાવ્યો હતો અને કેન્દ્ર સરકાર પર અનેક આક્ષેપો કર્યા હતાં. જે પ્રહારના ગૃહપ્રધાન અમિત શાહે જવાબ આપ્યા હતાં.

હાલમાં શું છે કાયદો

જો કોઇ નાગરિકને ભારતની નાગરિકતા જોઇએ, તો તેને ઓછામાં ઓછા 11 વર્ષ સુધી ભારતમાં રહેવુ જરૂરી છે. ગેરકાયદેસર પ્રવેશ કરેલા નાગરિકને ભારતની નાગરિકતા મળતી નથી.

કાયદામાં શું બદલાવ આવ્યો

સંશોધન બિલમાં પાડોશી દેશના અલ્પસંખ્યકો માટે આ સમય મયાર્દા 11 વર્ષની હતી જેને ઘટાડીને 6 વર્ષ કરી નાખી છે.

કેમ વિપક્ષનો વિરોધ

બિલમાં મુસ્લિમોને સામેલ કર્યા નથી. આ બંધારણની કલમ14નું ઉલ્લંધન છે. જણાવી દઇએ તો કે ભારત એક ધાર્મિકતા સાથે જોડાયેલો દેશ છે જેના આધારે ધર્મને લઇને કોઇ ભેદભાવ થવો જોઇએ નહીં.

કેમ પૂર્વ ભારતમાં વિરોધ

બાંગ્લાદેશના મુસ્લિમ અને હિન્દુ બંને સમુદાયના લોકો સ્થાયી થયા છે. ગેરકાયદેસર રહેલા હિન્દુઓને પણ પરત મોકલવામાં આવે.

અમિત શાહે pm મોદીનો આભાર વ્યક્ત કર્યો

અમિત શાહે કહ્યું કે, ' હુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આ ઐતિહાસિક નાગરિકતા સંશોધન બિલને લઇ આવવા માટે આભાર વ્યક્ત કરૂ છું, જે ભારતને પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફધાનિસ્તાનથી આવેલા અલ્પસંખ્યકો માટે દ્વાર ખોલવાની મંજુરી આપી જે ધાર્મિક પજવણી સહન કરી રહ્યા હોય. હું આ બિલને સમર્થન કરનારા દરેક વ્યક્તિનો આભાર વ્યક્ત કરૂ છું.

ભારતનો રાજપત્ર ભાગ-1
ભારતનો રાજપત્ર ભાગ-2
ભારતનો રાજપત્ર ભાગ-3

રાજ્યસભામાં પાસ થયુ નાગરિકતા બિલ

લોકસભામાં બિલ પસાર થયા બાદ તેને પસાર થવા ઉપલુ ગૃહ એટલે કે રાજય સભામાં મોકલવામાં આવ્યુ હતું. જ્યાં બુધવારના રોજ આ બબાતને લઇને વિસ્તૃત ચર્ચા કર્યા બાદ બિલને પસાર કર્યુ હતું. જેમા પણ વોટિંગ થયું હતું અને પક્ષમાં 125 મત જ્યારે વિરોધમાં 105 મત પડ્યા હતાં. જેને લઇને બિલ પસાર થયુ હતું.

રાષ્ટ્રપતિની મ્હોર

આખરે સંસદના બંને ગૃહમાં ભારે હોબાળાઓ અને મત ગણતરી વચ્ચે પસાર થયા બાદ આ બિલની રાષ્ટ્રપતિએ પણ મ્હોર લાગાવી મંજુર કરી દીધુ છે જેને લઇને કાયદો પણ લાગુ થઇ ગયો છે.

ભારતીય નાગરિકત્વની જોગવાઈ

સંસદે નાગરિકતા સંશોધન બિલને મંજુરી આપી દીધી છે, જેમાં અફધાનિસ્તાન, બાંગ્લાદેશ અને પાકિસ્તાનથી ધાર્મિક પજવણીના કારણે ભારત આવેલા હિન્દુ, શિખ, બોદ્ધ, પારસી અને ઇસાઇ સમુદાયના લોકોને ભારતીય નાગરિકતા આપવાની જોગવાઇ છે.

ABOUT THE AUTHOR

...view details