ગુજરાત

gujarat

By

Published : Sep 28, 2020, 8:15 AM IST

ETV Bharat / bharat

વિપક્ષના વિરોધ વચ્ચે કૃષિ બિલ પર રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કર્યા હસ્તાક્ષર

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કૃષિ બીલોના વિરોધ વચ્ચે ત્રણેય બિલ પર હસ્તાક્ષર કર્યા હતા. વિરોધી પક્ષોએ રાષ્ટ્રપતિને બિલ પર સહી ન કરવા અપીલ કરી હતી. વિગતવાર વાંચો ...

રામનાથ કોવિંદ
રામનાથ કોવિંદ

નવી દિલ્હી: રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે સંસદ દ્વારા પસાર કરાયેલા ત્રણ કૃષિ બિલને આજે મંજૂરી આપી દીધી છે.

લોકસભા આ ખરડો પસાર કરી ચૂકી છે. આમ, આ બિલને સંસદની મંજૂરી મળી ગઈ છે અનેરાષ્ટ્રપતિએ ​​કૃષિ બિલને મંજૂરી આપી દીધી છે. જો કે વિરોધી પક્ષોએ રાષ્ટ્રપતિને બિલ પર સહી ન કરવા અપીલ કરી હતી.

આ બિલોને સંસદમાં પસાર થવાને લઇને વિપક્ષના વિરોધ વચ્ચે રાષ્ટ્રપતિએ તેમને મંજૂરી આપી છે.

ગેઝેટની સૂચના મુજબ રાષ્ટ્રપતિએ ત્રણ બીલને મંજૂરી આપી. આ બિલ છે-

  1. ખેડુત ઉત્પાદન વેપાર અને વાણિજ્ય (સંવર્ધન અને સુવિધા) બિલ, 2020
  2. ખેડુત (સશક્તિકરણ અને સુરક્ષા) ભાવ ખાતરી કરાર અને કૃષિ સેવાઓ બિલ, 2020
  3. આવશ્યક કોમોડિટીઝ (સુધારો) બિલ, 2020.

આ પહેલા રાજ્યસભાએ રવિવારે વિપક્ષી સભ્યોના ભારે હોબાળા વચ્ચે બે મોટા કૃષિ બિલ પસાર કર્યા હતા.

ABOUT THE AUTHOR

...view details