ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ગુરૂ ગોવિંદ સિંહની જયંતી પર રાષ્ટ્રપતિ અને ઉપ-રાષ્ટ્રપતિએ શ્રદ્ધાજંલિ અર્પિત કરી - ગુરૂ ગોવિંદ સિંહે રાષ્ટ્રપતિની શુભેચ્છા

નવી દિલ્હી: શિખોના 10માં ગુરૂ, ગુરૂ ગોવિંદ સિંહની જન્મજયંતીના પ્રસંગે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને ઉપ-રાષ્ટ્રપતિ વેંકૈંયા નાયડુએ તેમના દ્વારા આપવામાં આવેલા શિક્ષણને યાદ કર્યું છે. આ દરમિયાન ઉપ-રાષ્ટ્રપતિએ કહ્યું કે, ગુરૂ ગોવિંદ સિંહનું જીવન તમામ લોકો માટે અનુકરણીય છે. આ ઉપરાંત રાષ્ટ્રપતિએ પણ ટ્વીટ કરીને શ્રદ્ધાંજલી અર્પણ કરી છે.

ETV BHARAT
ગુરૂ ગોવિંદ સિંહની જયંતી પર રાષ્ટ્રપતિ અને ઉપ-રાષ્ટ્રપતિએ આપી શુભેચ્છા

By

Published : Jan 2, 2020, 12:17 PM IST

શિખોના 10માં ગુરૂ, ગુરૂ ગોવિંદ સિંહની જન્મજયંતીના પ્રસંગે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને ઉપ-રાષ્ટ્રપતિ વેંકૈંયા નાયડુએ શુભેચ્છા પાઠવી તેમના દ્વારા આપવામાં આવેલા શિક્ષણને યાદ કર્યું હતું.

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંંદે ટ્વીટ કરીને ગુરૂ ગોવિંદ સિંહને જયંતી પર શ્રદ્ધાંજણી અર્પણ કરી છે. તેમણે કહ્યું કે, તેમનું જીવન લોકોની સેવા અને સત્ય, ન્યાય અને કરૂણાના જીવન મૂલ્યો પર પ્રતિ સમર્પિત રહ્યું. ગુરૂ ગોવિંદ સિંહનું જીવન અને શિક્ષણ આપણે આજે પણ પ્રેરિત કરે છે.

રાષ્ટ્રપતિનું ટ્વીટ

બીજી બાજુ ઉપ-રાષ્ટ્રપતિ એમ.વેંકૈયા નાયડુએ ગુરૂવારે શિખોના 10માં ગુરૂ ગોવિંદ સિંહની જયંતી પર દેશવાસીઓને શુભેચ્છા આપી તેમના જીવનને તમામ લોકો માટે અનુકરણીય જણાવ્યું હતું.

ઉપ-રાષ્ટ્રપતિનું ટ્વીટ

નાયડુએ ટ્વીટ કરીને કહ્યું કે, આજે ગુરૂ ગોવિંદ સિંહજીની જયંતીના પાવન પર્વ પર પુજ્ય ગુરૂની સ્મૃતિને સાદર નમન કરૂં છું તથા દેશવાસીઓને હાર્દિક શુભેચ્છા પાઠવું છું.

તેમણે કહ્યું કે, ગુરૂ ગોવિંદ સિંહજીના જીવન સંદેશ તથા તેમના કર્મ આપણા રાષ્ટ્રીય, સામાજીક અને ખાનગી જીવનમાં આજે પણ અનુકરણીય છે. તેમની શિક્ષા આપણા રાષ્ટ્રીય જીવનના માર્ગના દર્શન કરે અને આપણે પ્રેરણા આપે કે, આપણે માનવાતાના કામે આવી શકીએ.

પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન પ્રધાન પ્રકાશ જાવેડકરે પણ ગુરૂ ગોવિંદ સિંહની જન્મજયંતી પર શ્રદ્ધાંજણી અર્પણ કરીને તેમના જીવન સંદેશને પ્રેરણાદાયી જણાવ્યો.

જાવેડકરે ટ્વીટ કર્યું કે, શિખવ ધર્મના 10માં અને અંતિમ ગુરૂ ગોવિંદ સિંહજીના પ્રકાશ પર્વ પર તેમને મારૂં નમન અને શ્રદ્ધાંજલી.

ABOUT THE AUTHOR

...view details