કેન્દ્ર સરકારના નવા સાંસદો અને પ્રધાનો માટે નવી કૉલોની તૈયાર કરવામાં આવી છે. આ કૉલોની દિલ્હીના લુટિયન જૉન વિસ્તારના નૉર્થ એવન્યૂમાં તૈયાર કરવામાં આવી છે. સાઉથ એવન્યૂમાં પહેલાથી જ સાંસદો માટે મકાન છે. તે જુના છે, ત્યારે હવે નવી કૉલોની તૈયાર કરવામાં આવી છે. જે આધુનિક બંગલા સમાન છે. કેન્દ્ર સરકાર આ બંગલો તેમના નવા સાંસદો અને પ્રધાનોને રહેવા માટે આપશે.
નવા પ્રધાનો માટે દિલ્હીમાં તૈયાર થયા આલીશાન બંગલા, જુઓ વીડિયો - gujaratinews
નવી દિલ્હીઃ સત્તામાં ફરી એકવખત મોદી સરકાર આવ્યા બાદ પ્રધાન મંડળ સોંપાયા બાદ નવા પ્રધાનો માટે આલીશાન મકાનો તૈયાર થઈ ગયા છે.
આ હાઈટેક મકાન 2-4 દિવસમાં તૈયાર થશે. જેમાં 3 રુમ ઉપર અને 3 રુમ નીચે બનાવવામાં આવ્યા છે. તેમજ ઉપર 2 હૉલ અને પાર્કિંગની સાથે લિફટની સુવિધા પણ આપવામાં આવી છે.આ મકાન 2 માળનું છે. જેમાં સંપુર્ણ સુવિધા છે.
લુટિયન જૉનમાં પ્રધાનો અને સાંસદો માટે એકસમાન બંગલો અને ફ્લૈટ અંગ્રેજોના સમયથી ચાલ્યો આવ્યો છે. જેમાં તોડફોડ કરવી કે ફોટોને બદલવો સંભવ નથી. પરંતુ આ વખતે સરકારે પરવાનગી આપી છે. તેમજ અંડર ગ્રાઉન્ડ પાર્કિંગની સુવિધાથી લઈ તમામ સુવિધા છે. જે એક આલીશાન બંગલામાં હોવી જોઈએ.