ગુજરાત

gujarat

ETV Bharat / bharat

જાણો, મહારાષ્ટ્રના 5 પ્રભાવિત શહેરોમાં આરોગ્યની સ્થિતિ - થાણેમાં કોરોનાના કેસ

મહારાષ્ટ્રમાં સોમવારે કોરોના વાઇરસના સંક્રમણના 5,368 નવા કેસોના આવવાથી સંક્રમીતોની સંખ્યા વધીને 2,11,987 થઈ છે. આ ઉપરાંત વધુ 204 દર્દીઓનાં મોતના કારણે આ વાઇરસથી પોતાનો જીવ ગુમાવનારા લોકોની સંખ્યા 9,206 થઈ છે. જેથી ઈટીવી ભારતે રાજ્યના સૌથી વધુ અસરગ્રસ્ત શહેરોમાં આરોગ્ય સેવાઓની સ્થિતિ અંગે માહિતી લીધી છે.

ETV BHARAT
જાણો, મહારાષ્ટ્રના 5 પ્રભાવિત શહેરોમાં આરોગ્યની સ્થિતિ

By

Published : Jul 7, 2020, 4:21 AM IST

મુંબઈઃ મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમિતોના આંકડો 2 લાખને પાર ગયો છે. મહારાષ્ટ્ર દેશમાં સૌથી વધુ અસરગ્રસ્ત રાજ્ય છે. દર્દીઓની વધતી સંખ્યા સરકાર, વહીવટ અને અન્ય આરોગ્ય પ્રણાલીઓ માટે ચિંતાનો વિષય છે. ઈટીવી ભારતે રાજ્યના સૌથી અસરગ્રસ્ત શહેરો, મુંબઇ, પુણે, નાસિક, નાગપુર અને થાણેમાં આરોગ્ય સેવાઓની સ્થિતિ અને ઘાતક વાઇરસ સામે લડવા માટે લેવામાં આવતા પગલા અંગેની માહિતી મેળવી છે.

  1. રાજ્યમાં સૌથી વધુ કેસ મુંબઈમાં છે. મહાનગરમાં સંક્રમિતોની કુલ સંખ્યા 85,326 થઇ છે અને મરનારા લોકોની સંખ્યા વધીને 4,935 થઇ છે. મુંબઇમાં કોરોના સંક્રમિતોની સંખ્યા વધવા સાથે ઘણા દર્દીઓ હોસ્પિટલમાં બેડ અને એમ્બ્યુલન્સ નહીં મળવાની સમસ્યા સામે ઝઝુમી રહ્યા છે. જેથી પાલિકાના વહીવટીતંત્રે દરેક વોર્ડમાં વોર રૂમ શરૂ કર્યો છે.
  2. પુણે અને પિંપરી ચિંચવાડ મહાનગરપાલિકાએ એક લાખ એન્ટિજેન ટેસ્ટિંગ કીટ લીધી છે અને કોરોના તપાસમાં વધારો કરવા આગ્રહ કર્યો છે.
  3. આ ઉપરાંત નાસિક વહીવટીતંત્રએ પણ આ જીવલેણ વાઇરસ સામે લડવા માટે જોરદાર તૈયારી કરવાનો દાવો કર્યો છે. અહીંયા મ્યુનિસિપલ અને જિલ્લા હોસ્પિટલો ઉપરાંત 28 ખાનગી હોસ્પિટલો કોરોના વાઇરસના દર્દીઓની સારવાર કરી રહી છે.
  4. નાગપુરમાં પ્રથમ કોરોના સંક્રમિત 11 માર્ચે મળ્યો હતો. જો કે, કોવિડ-19ને કારણે વૈશ્વિક મહામારીને ધ્યાનમાં રાખીને સરકાર અને પ્રશાસને પહેલેથી જ અસરકારક પગલાં લેવાનું શરૂ કરી દીધું હતું. જેથી કોરોના નાગપુરમાં વધારે ફેલાયો નથી.
  5. થાણેમાં કોરોના વાઇરસનો પ્રકોપ ખૂબ વધારે છે. અહીં મ્યુનિસિપલ કોર્પોરેશન રેડ ઝોન હેઠળ આવી ગયું છે અને મ્યુનિસિપલ કમિશ્નરની બદલી થયા પછી પણ મહાનગરપાલિકા વિસ્તારમાં કોરોનાની સ્થિતિ બદલાઇ નથી.

રાજ્યના સૌથી વધુ અસરગ્રસ્ત શહેરોમાં સરકાર અને વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવેલી તૈયારીઓ

મુંબઈ

  • મુંબઈના દરેક વોર્ડમાં વોર રૂમ બનાવવામાં આવ્યો છે.
  • આ ઉપરાંત કોરોના કેસ અંગેની માહિતી મળતાની સાથે જ એમ્બ્યુલન્સની સુવિધા ઉપલબ્ધ થશે.

પુણે

  • કોરોના વાયરસ દર્દીઓ માટે આરોગ્ય વિભાગ તૈયાર છે. શહેરમાં 500 ICU સુવિધાઓ અને 250 વેન્ટિલેટર છે.

નાસિક

  • સરકારી હોસ્પિટલોની સાથે 28 ખાનગી હોસ્પિટલોમાં કોરોના દર્દીઓની સારવાર કરવામાં આવી રહી છે.
  • શહેરની 28 ખાનગી હોસ્પિટલોમાં કોરોના દર્દીઓ માટે 1,576 બેડ અનામત રાખવામાં આવ્યા છે.

નાગપુર

  • નાગપુરની સરકારી હોસ્પિટલમાં 600 બેડનો એક વોર્ડ કોવિડ દર્દીઓ માટે તૈયાર છે.

થાણે

  • કોરોનો વાઇરસ દર્દીઓના વધારાને કારણે પ્રશાસન લાચાર બની ગયું છે. હોસ્પિટલોમાં આરોગ્ય કર્મચારીઓનો અભાવ મોટી ચિંતા છે.

ABOUT THE AUTHOR

...view details