અમરનાથ યાત્રા 2019ની તૈયારીઓ શરૂ, ટુંક સમયમાં ખુલશે બાબા બર્ફાનીના દ્વાર - National News
નવી દિલ્હીઃ બાબા બર્ફાનીના દર્શનાર્થીઓ માટે અમરનાથ યાત્રા શરૂ થવામાં થોડો જ સમય બાકી છે. અમરનાથ યાત્રામાં ભક્તોની સુરક્ષાએ નવા ગૃહપ્રધાન અમિત શાહ માટે આ વર્ષનો પ્રથમ પડકાર હશે. અમરનાથ યાત્રા 1 જૂલાઈથી શરૂ થનારી છે. જેને લઈને અમરનાથ સાઈન બોર્ડે તૈયારીઓ શરૂ કરી દીધી છે.
અમરનાથ ગુફામાં બાબા બર્ફાની પ્રગટ થઈ ગયા છે અને છેલ્લા કેટલાય વર્ષોની સરખામણીએ આ વર્ષે અમરનાથ ગુફામાં શિવલિંગનો આકાર પણ ખૂબ મોટો છે. નોંધનીય છે કે, આ વર્ષે શિયાળામાં કાશ્મીરના પહાડી વિસ્તારોમાં ખૂબ જ બરફવર્ષા થઈ હતી. અહીં તાપમાન ખૂબ વધારે ગગડ્યુ હોવાના કારણે વાતાવરણ ખૂબ ઠંડુ હતું. એ જ કારણે ફક્ત અમરનાથ શિવલિંગનો નહીં પરંતુ, આખી યાત્રા દરમિયાન ગુફામાં શિવલિંગ હાજર રહેશે. અમરનાથ યાત્રા હંમેશા જમ્મુ-કાશ્મીર સરકાર માટે પડકારરૂપ રહી છે. સુરક્ષાની સાથે દર વર્ષે યાત્રા માટે રસ્તા બનાવવા અને દેશ દુનિયાથી આવનાર હજારો પ્રવાસીઓ માટે વ્યવસ્થા કરવાની હોય છે. તે જ કારણ છે કે દેશમાં નવી સરકાર રચાયા બાદ દેશના ગૃહપ્રધાન અમિત શાહે જમ્મુ-કાશ્મિરના રાજ્યપાલ અને અમરનાથ શ્રાઈન બોર્ડના ચેરમેન સત્યપાલ મલિક પાસેથી યાત્રાની તૈયારીઓ અંગે માહિતી મેળવી હતી.