ગુજરાત

gujarat

ETV Bharat / bharat

સગર્ભાઓ અને બાળકોને કોવિડ-19 દરમ્યાન સ્વાસ્થ્યની કથળેલી વ્યવસ્થાને કારણે જોખમ: યુનિસેફ

વિશ્વભરની માતાઓ વતી, યુનિસેફે સરકારો અને સ્વાસ્થ્ય સંભાળની સેવા આપનારાઓને આગામી મહિનાઓમાં કોરોનાવાયરસને કારણે સર્જાયેલી વૈશ્વિક કટોકટીમાં લોકોનાં જીવન બચાવવા તત્કાળ અપીલ કરી છે.

સગર્ભાઓ અને બાળકોને કોવિડ-19 દરમ્યાન સ્વાસ્થ્યની કથળેલી વ્યવસ્થાને કારણે  જોખમ: યુનિસેફ
સગર્ભાઓ અને બાળકોને કોવિડ-19 દરમ્યાન સ્વાસ્થ્યની કથળેલી વ્યવસ્થાને કારણે જોખમ: યુનિસેફ

By

Published : May 11, 2020, 10:48 PM IST

હૈદરાબાદઃ કોવિડ-19 મહામારી ફાટી નીકળી છે, ત્યારથી આશરે નવ મહિનામાં 11.6 કરોડ નવજીવનોએ આ ધરતી ઉપર શ્વાસ લીધા હોવાની ધારણા છે. તેના પગલે યુનિસેફે સરકારો અને દાતાઓને સગર્ભા મહિલાઓ અને નવજાત શિશુઓ માટે જીવનરક્ષણ સેવાઓ ચાલુ રાખવા વિનંતી કરી છે.

યુનિસેફે જણાવ્યું છે કે "નવી માતાઓ અને નવજાત શિશુઓ હાલની લોકડાઉન અને કરફ્યુ જેવા મહામારી અટકાવવા માટેના વૈશ્વિક પગલાં સહિતની વિકટ પરિસ્થિતિ પણ સામેલ છે, તેમાં આવકાર પામશે, મહામારીનો મુકાબલો કરવા સ્વાસ્થ્ય કેન્દ્રો દર્દીઓથી ઉભરાઈ ગયાં છે, પુરવઠા અને સાધનોનો અભાવ છે અને દાઈ સહિતના સ્વાસ્થ્ય કર્મચારીઓ જેવા પ્રસવ કરાવવા માટે પર્યાપ્ત કૌશલ્ય ધરાવતાં લોકોનો અભાવ છે અને તમામ સ્વાસ્થ્ય કર્મચારીઓ કોવિડ-19ના દર્દીઓની સારવારમાં રોકાયેલા છે."

મહામારી જાહેર થઈ ત્યારથી નવ મહિનાના ગાળામાં સૌથી વધુ નવજાત શિશુઓને જન્મ આપવાની સંભાવના ધરાવનારા દેશોમાં ભારત (2.01 કરોડ), ચીન (1.35 કરોડ), નાઈજિરિયા (64 લાખ), પાકિસ્તાન (50 લાખ) અને ઈન્ડોનેશિયા (40 લાખ) સામેલ છે. આમાંના મોટા ભાગના દેશો મહામારી પહેલાંથી જ ઊંચો નવજાત મૃત્યુ દર ધરાવે છે અને કોવિડ-19ની સ્થિતિમાં આ દર હજુ વધશે તેવી ધારણા છે.

આ કટોકટીની અસર સમૃદ્ધ દેશોને પણ થઈ છે. જન્મદર બાબતે અમેરિકા છઠ્ઠો સૌથી મોટો દેશ છે. ત્યાં 11મી માર્ચથી 16મી ડિસેમ્બર દરમ્યાન 33 લાખ બાળકો જન્મશે તેવું અનુમાન છે. ન્યુયોર્કમાં અનેક સગર્ભાઓને હોસ્પિટલોમાં બાળકને જન્મ આપતાં વાયરસનો ચેપ લાગવાની ચિંતાને કારણે સરકાર પ્રસવ માટે વૈકલ્પિક કેન્દ્રો ઊભાં કરવાનું વિચારી રહી છે.

યુનિસેફે ચેતવણી આપી છે કે સગર્ભા માતાઓને અન્યોની સરખામણીએ કોવિડ-19ની વધુ અસર થઈ નથી, છતાં દેશોએ તેમને પ્રસૂતિ પૂર્વેની, પ્રસવ દરમ્યાનની તેમજ પ્રસૂતિ બાદની સેવાઓ ઉપલબ્ધ બને તે સુનિશ્ચિત કરવાની જરૂર છે. તે જ રીતે, બીમાર નવજાત શિશુઓને તાત્કાલિક સારવારની જરૂર હોય છે કેમકે તેમને મૃત્યુનું જોખમ વધુ હોય છે. નવા પરિવારને તેમનાં નવજાત શિશુને તંદુરસ્ત રાખવા માટે સ્તનપાન શરૂ કરાવવા, દવાઓ મેળવવા, રસી અને પોષણ માટે સહાયની જરૂર પડે છે.

ABOUT THE AUTHOR

...view details