મલપ્પુરમ: કેરળની સાયલન્ટ વેલીના જંગલમાં એક સગર્ભા જંગલી હાથણી માનવીની ક્રૂરતાનો ભોગ બની હતી. તે પોતાની ભૂખ મટાડવા માટે અનાનસ ખાવા ગઇ હતી. પરંતુ આ અનાનસ ફટાકડાથી ભરેલું હતું. જેવું તેણે અનાનસ ખાવાની કોશિશ કરી કે તરત અનાનસ ફુટયું અને હાથણનું મોત થયું હતું.
કેરળમાં માનવીય ક્રૂરતાને લીધે સગર્ભા જંગલી હાથણનું મોત
કેરળની સાયલન્ટ વેલીના જંગલમાં એક સગર્ભા જંગલી હાથણી માનવીની ક્રૂરતાનો ભોગ બની હતી. તે પોતાની ભૂખ મટાડવા માટે અનાનસ ખાવા ગઇ હતી. પરંતુ આ અનાનસ ફટાકડાથી ભરેલું હતું. જેવું તેણે અનાનસ ખાવાની કોશિશ કરી કે તરત અનાનસ ફુટયું અને હાથણનું મોત થયું હતું.
કેરળ
મળતી માહિતી અનુસાર કેટલાંક સ્થાનિક લોકોએ તેને જાણી જોઇને ફટાકડાથી ભરેલું અનાનસ ખાવા માટે આપ્યું હતું. આ ઘટના અંગે વન અધિકારી મોહન કૃષ્ણેએ પોતાની ફેસબુક પોસ્ટમાં લખ્યું છે કે, આ હાથણ 18 થી 20 મહિનામાં બચ્ચાને જન્મ આપવાની હતી.