ન્યુઝ ડેસ્ક: માનવીનું પાચન તંત્ર નાનાં નાનાં સેંકડો જીવાણુઓ સાથે જોડાયેલું છે, જે પાચન, શોષણ અને બગાડ દૂર કરવાની પ્રક્રિયામાં મદદરૂપ છે. આવા બેક્ટેરિયાનું એટલું બધું મહત્ત્વ છે કે તે લોકપ્રિય રીતે વર્ચ્યુઅલ ઓર્ગન તરીકે ઓળખે છે. એમ કહેવું જોઈએ કે તે આપણાં આંતરડાંને સ્વચ્છ અને તંદુરસ્ત રાખે છે ! આ સારા બેક્ટેરિયા ખરાબ - બીમારી પેદા કરનારા બેક્ટેરિયા સાથે સ્પર્ધા કરે છે અને સ્વાસ્થ્યને પુનઃસ્થાપિત કરે છે.
આ ફાયદાકારક બેક્ટેરિયાનું શ્રેષ્ઠ સ્તર જાળવવા માટે પ્રિ અને પ્રોબાયોટિક ખોરાક લેવો અનિવાર્ય છે. એવો ખોરાક જે આ સારા બેક્ટેરિયા બનાવે અને તેને વધારે. તેમાં આ ખોરાક સામેલ છે.
•ઈડલી, ઢોંસા, ઢોકળા વગેરે જેવો જીવિત જીવાણુ ધરાવતો આથેલો ખોરાક
• દહીં અને કશું નાંખ્યા વિનાની છાશ
• કાંજી
• દાળ, આખા કઠોળ
• કોબીજ
• ઓર્ગેનિક મધ
• કોબીજ, ફ્લાવર, ગાજર, કાકડી, પાંદડાંવાળાં શાકભાજી જેવાં ફાઈબરનું વધુ પ્રમાણ ધરાવતાં શાકભાજી
• એવાકાડો
• કેળાં
• નારંગી, મોસંબી, લીંબું વગેરે જેવાં ખાટાં પદાર્થો
કેટલીક ચોક્કસ ખાદ્ય ચીજો આ બેક્ટેરિયાને મારી નાંખે છે, એટલે પ્રોસેસ્ડ ફૂડ્સ જેવાં કે બિસ્કિટ્સ, બ્રેડ, રસ્ક, કાર્બનયુક્ત ઠંડાપીણાં, વધુ પડતી ચા અને કોફી, દારૂ, રિફાઈન્ડ લોટ અને રિફાઈન્ડ લોટથી બનેલો ખોરાક, સફેદ ખાંડ, ટ્રાન્સ ફેટ, ધૂમ્રપાન અને તમાકુ, વધુ પડતું માંસ, પેસ્ટ્રીઝ, કેક, પેટિસ વગેરે ટાળવાં જોઈએ.
આમ, ઉપર દર્શાવેલો આહાર લેવાથી સારું સ્વાસ્થ્ય જાળવવામાં મદદ મળે છે, લોહીમાં ખાંડનું પ્રમાણ સંતુલિત રીતે જળવાય છે, હૃદયનું સ્વાસ્થ્ય સારું રહે છે, આનંદિત રહી શકાય છે અને પાચન તેમજ શ્રમ સારાં થાય છે અને એ કહેવાની જરૂર નથી કે સારા બેક્ટેરિયા વિટામિન બી12, વિટામિન કે અને બાયોટિન પણ બનાવે છે.
એટલે, પ્રોબાયોટિક ફૂડ લેવાનું શરૂ કરી દો અને શરીર ને મન તંદુરસ્ત રાખો!
- ડૉ. દીપ્તિ વર્મા
પોષણ વિભાગનાં વડા, વીએલસીસી હેલ્થકેર લિમિટેડ