ગુજરાત

gujarat

ETV Bharat / bharat

અલ્હાબાદ યુનિવર્સિટીમાં તમામ કામ પેપરલેસ થશે

અલ્હાબાદ યુનિવર્સિટીએ આપત્તિમાં તકો શોધવામાં સફળતા મેળવી છે. તમામ વહીવટી કામગીરી સમયસર પૂર્ણ થાય અને કર્મચારીઓને કોઈપણ પ્રકારના વાઇરસથી પ્રભાવિત ન થાય તે માટે હવે અલ્હાબાદ યુનિવર્સિટીમાં તમામ કામ પેપરલેસ થશે. તમામ કામ ઇ-ઓફિસ દ્વારા પૂર્ણપણે કરનારી આ દેશની પ્રથમ યુનિવર્સિટી બની છે.

allahabad-university
અલ્હાબાદ યુનિવર્સિટીમાં તમામ કામ પેપરલેસ થશે

By

Published : Aug 19, 2020, 9:49 AM IST

ઉત્તરપ્રદેશ: અલ્હાબાદ યુનિવર્સિટીએ આપત્તિમાં તકો શોધવામાં સફળતા મેળવી છે. તમામ વહીવટી કામગીરી સમયસર પૂર્ણ થાય અને કર્મચારીઓને કોઈપણ પ્રકારના વાઇરસથી પ્રભાવિત ન થાય તે માટે હવે અલ્હાબાદ યુનિવર્સિટીમાં તમામ કામ પેપરલેસ થશે. તમામ કામ ઇ-ઓફિસ દ્વારા પૂર્ણપણે કરનારી આ દેશની પ્રથમ યુનિવર્સિટી બની છે. યુનિવર્સિટીના ઇન્સ્ટિટ્યૂટ ઓફ પ્રોફેશનલ સ્ટડીઝ એમ.સી.એ.ના અંતિમ વર્ષના વિદ્યાર્થીઓએ આ કાર્ય હાથ ધરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે.

કોરોના વાઇરસ મહામારી દરમિયાન વડાપ્રધાન દ્વારા અપીલ કરવામાં આવી હતી કે, મુશ્કેલીમાં તકોની શોધ કરવાનો સમય આવી ગયો છે. જેથી વડાપ્રધાનની અપીલ અને મંત્રાલયના માર્ગદર્શિકા પર આપત્તિમાં અલ્હાબાદ યુનિવર્સિટીના કમ્પ્યુટર સાયન્સ વિભાગના વિદ્યાર્થીઓએ એક સોફ્ટવેર ડિઝાઇન કર્યું છે, જે અલ્હાબાદ યુનિવર્સિટીના તમામ કામ પેપરલેસ કરશે. ડિજિટલ માધ્યમની મદદથી કચેરીઓના કામની ઝડપ વધશેે. સાથે સાથે આ કાર્ય સાથે જોડાયેલા કર્મચારીઓ વર્ક ફ્રોમ હોમ પણ કરી શકશે.

મહત્વનું છે કે, આ ઈ-ઓફિસ દ્વારા વિદ્યાર્થીઓ, શિક્ષકો અને કર્મચારીઓની ફરિયાદ સંબંધિત તમામ કામગીરી તેના પર થઇ શકશે. વિદ્યાર્થીઓ પણ તેમની સમસ્યાઓ ઓનલાઇન રજીસ્ટર કરી શકશે. કઈ ફાઇલ પર કામ કરવામાં આવ્યું છે, તે પણ હવે સરળતાથી જોઇ શકાય છે. સૌથી અગત્યની બાબત એ છે કે તે બિનજરૂરી કાગળ ખર્ચને ટાળશે.

ABOUT THE AUTHOR

...view details