મહાગઠબંધનમાં ફાટ, ગોરખપુરથી સપા સાંસદ ભાજપમાં જોડાયા - gujarati news
ન્યૂઝ ડેસ્ક: ગત વર્ષે ગોરખપુરથી સમાજવાદી પાર્ટીની ટિકીટ પરથી લોકસભાની પેટા ચૂંટણી જીતેલા પ્રવિણ નિષાદ હવે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા છે. તેથી નિષાદ પાર્ટીનું ભાજપ સાથે ગઠબંધન થઈ ગયું છે. આપને જણાવી દઈએ કે, નિષાદ પાર્ટી હાલમાં જ સપાથી અલગ થયા છે.
ગોરખપુરથી સપા સાંસદ ભાજપમાં જોડાયા
ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથના ગઢ ગોરખપુરમાં ભાજપને મોટી લ્હાણી થઈ છે. મહાગઠબંધનમાં ફાટ પડતા સપાની ટિકીટ પરથી ગત પેટાચૂંટણીમાં જીતેલા પ્રવિણ નિષાદ ભાજપમાં જોડાઈ ગયા છે.