કોલકાતા: પશ્ચિમ બંગાળના રાજકીય કોરિડોરમાં એવી અટકળો ચાલી રહી છે કે, ચૂંટણી વ્યૂહ-રચનાકાર પ્રશાંત કિશોરને રાજ્ય પોલીસ તરફથી 'Z' કેટેગરીની સુરક્ષા મળી શકે છે. જો કે, રાજ્ય સચિવાલયના ઉચ્ચ નેતૃત્વ અને તૃણમૂલ કોંગ્રેસે આ અંગે મૌન ધારણ કરી લીધું છે. કિશોરનો સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ કોઈ જવાબ મળ્યો નહોતો.
શું પ્રશાંત કિશોરને મળશે Z કક્ષાની સુરક્ષા?
નીતિશ કુમારની પાર્ટી જનતા દળ યુનાઇટેડમાંથી હાંકી કઢાયા બાદ ચૂંટણી વ્યૂહ-રચનાકાર પ્રશાંત કિશોર ફરી ચર્ચામાં છે. આ વખતે પશ્ચિમ બંગાળના ચૂંટણી કોરિડોરમાં અટકળો ચાલી રહી હતી કે, પ્રશાંત કિશોરને રાજ્ય સરકાર તરફથી 'Z' કેટેગરીની સુરક્ષા મળી શકે છે.
પ્રસાંત કિશોરને મળશે Z કક્ષાની સુરક્ષા
એવી પણ અટકળો ચાલી રહી છે કે, પ્રશાંત કિશોર 2021ની વિધાનસભાની ચૂંટણી પહેલા મમતા બેનર્જીની તૃણમૂલ કોંગ્રેસમાં જોડાશે. CPI(M) વિધાનસભા વિરોધ પક્ષના નેતા સુજાન ચક્રવર્તીએ પૂછ્યું કે, પશ્ચિમ બંગાળ સાથે કોઈ સંબંધ ન ધરાવતા પ્રશાંત કિશોરને રાજ્ય સરકારના ખર્ચે 'Z' કેટેગરીની સુરક્ષા આપવાની તૈયારીઓ કેમ થઈ રહી છે?
Last Updated : Feb 18, 2020, 10:52 AM IST