મળતી માહિતી મુજબ પ્રશાંત કિશોર હવે મમતા બેનર્જી માટે કામ કરશે. આંધ્રપ્રદેશમાં જગન મોહન રેડ્ડીને વિધાનસભા અને લોકસભામાં જબરજસ્ત જીત અપાવવા પાઠળ પ્રશાંત કિશોરનો જ હાથ હતો.
જગન રેડ્ડી બાદ મમતા બેનર્જી માટે કામ કરશે પ્રશાંત કિશોર! - JDU
ન્યૂઝ ડેસ્કઃ પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જીએ ચૂંટણી રણનીતિકાર અને જનતા દળ યૂનાઇટેડ (JDU)ના રાષ્ટ્રીય અધ્યક્ષ પ્રશાંત કિશોર સાથે ગુરૂવારે મુલાકાત કરી હતી.
![જગન રેડ્ડી બાદ મમતા બેનર્જી માટે કામ કરશે પ્રશાંત કિશોર!](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-3488455-thumbnail-3x2-oo.jpg)
mamta
પ્રશાંત કિશોર એક મહિના પછી મમતા બેનર્જી માટે કામ કરવાનું શરૂ કરશે. લોકસભા ચૂંટણીમાં BJPને પશ્ચિમ બંગાળમાં 18 સીટ મળી હતી. આ જોઇને મમતા વિધાનસભાની ચૂંટણી માટે કોઇ પણ જોખમ નથી ઉઠાવવા માંગતી. કોલકાતામાં બેઠક કર્યા બાદ મમતાએ પ્રશાંત કિશોર સાથે કામ કરવાની હા પાડી છે.
પ્રશાંત કિશોર ચૂંટણીની રણનીતિ ઘડવામાં પ્રખ્યાત છે. વિધાનસભઆ ચૂંટણીમાં તેમણે પોતાની રણનીતિથી ચંદ્રબાબુ નાયડુને પણ સત્તાની બહાર કરી દીધા હતા. હવે તેઓ મમતા માટે શું કરે છે તે જોવાનું રહ્યું.