નવી દિલ્હી: બિહારના મુખ્યપ્રધાન નીતિશ કુમારે કહ્યું હતું કે, અમિત શાહના કહેવા પર પ્રશાંત કિશોરને JDUમાં સામેલ કર્યાં હતા. જેના પર પ્રશાંત કિશોરે પલટવાર કરતા નીતિશ કુમાર પર ખોટું બોલવાનો આરોપ લગાવ્યો હતો.
પ્રશાંત કિશોર અને પવન વર્માની JDUમાંથી હકાલપટ્ટી, CM નીતિશે કરી કાર્યવાહી
નીતિશ કુમારની પાર્ટી જનતા દળ યુનાઇટેડે 2 બાગી નેતા પ્રશાંત કિશોર અને પવન વર્માને પાર્ટીમાંથી હાંકી કાઢ્યા છે. જે બાદ પ્રશાંત કિશોરે ટ્વીટ કરતા કહ્યું કે, નીતિશ કુમારનો આભાર માન્યો છે. પ્રશાંત કિશોરએ કહ્યું કે, બિહારના મુખ્ય પ્રધાન પદ પર બન્યા રહો. તમને મારી શુભેચ્છાઓ.
બિહાર
પ્રશાંત કિશોર ટ્વીટ કરતા કહ્યું હતું કે, JDUમાં મને કેમ લઇને આવ્યા. આ વિશે ખોટું બોલી રહ્યાં છો. તમને કહ્યું કે, તમે સાચું બાલી રહ્યાં છો તો, તમારા પર વિશ્વાસ કોણ કરશે કે. અમિત શાહ દ્વારા મોકલેલા માણસની વાત ના સાંભળી?
ઉલ્લેખનીય છે કે, JDU નેતા પ્રશાંત કિશોર નાગરિકતા કાયદા CAA અને રાષ્ટ્રીય નાગરિકતા રજીસ્ટર (NRC) પર કેન્દ્ર સરકારનો વિરોધ કરી રહ્યાં છે. ઘણા સમયથી બિહારના મુખ્ય પ્રધાન નીતિશ કુમાર અને પ્રશાંત કિશોર વચ્ચે મતભેદ ચાલી રહ્યોં હતો.