નવી દિલ્હીઃ પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી હજી પણ કોમામાં છે, પરંતુ હેમોડાયનેમિકલી સ્થિર છે, એમ આર્મીની રિસર્ચ એન્ડ રેફરલ હોસ્પિટલે શુક્રવારે જણાવ્યું હતું. ડોકટરો કહે છે કે બ્લડ સર્ક્યુલેશન પેરામિટર - બ્લડ પ્રેશર, હાર્ટ અને પલ્સ રેટ સ્થિર અને સામાન્ય હોય ત્યારે દર્દી હેમોડાયનેમિકલી સ્થિર હોય છે.
પ્રણવદા હજુ પણ કોમામાં, હેમોડાયનેમિકલી સ્થિરઃ ડૉક્ટર
પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી, જે દિલ્હી કેન્ટોન્મેન્ટ આર્મીની રિસર્ચ અને રેફરલ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યાં છે, તેમની તબિયતની સ્થિતિમાં કોઈ ફેરફાર થયો નથી અને તેઓ વેન્ટિલેટર પર છે. ડોકટરોનું કહેવું છે કે, બ્લડ સર્ક્યુલેશન પેરામિટર - બ્લડ પ્રેશર, હાર્ટ અને પલ્સ રેટ સ્થિર અને સામાન્ય હોય ત્યારે દર્દી હેમોડાયનેમિકલી સ્થિર હોય છે.
પ્રણવદા હજુ પણ કોમામાં
84 વર્ષીય મુખર્જીની સારવાર કરતા ડોકટરોના જણાવ્યા મુજબ, તેમની સઘન સંભાળ રાખવામાં આવી રહી છે અને તેમને ફેફસાંના ચેપ અને રેનલ ડિસફંક્શન માટે સારવાર આપવામાં આવી રહી છે. પૂર્વ રાષ્ટ્રપતિને 10 ઓગસ્ટના રોજ દિલ્હી કેન્ટોન્મેન્ટની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં મગજમાં ગંઠાઈ થઈ જવા માટે તેમનું ઓપરેશન કરાયું હતું. એડમિટ કરતી વખતે તેઓ કોરોના પોઝિટિવ આવ્યા હતા. બાદમાં ફેફાસામાં ઈન્ફેક્શન અને કિડની ઈન્ફેક્શન આવ્યું હતું.