ગુજરાત

gujarat

ETV Bharat / bharat

પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીની તબિયત વધુ લથડી, જાણો ડૉક્ટરે શું કહ્યું?

પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીના સ્વાસ્થ્યમાં કોઈ સુધારો આવ્યો નથી. દિલ્હી કેંટ સ્થિત આર્મી રિચર્સ એન્ડ રેફરલ હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી છે. હોસ્પિટલ દ્વારા જણાવવામાં આવ્યું કે, પ્રણવ મુખર્જી ફેફસામાં ઈન્ફેક્શમના કારણે સેપ્ટિક શૉકમાં છે.

Pranab Mukherjee
પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી

By

Published : Aug 31, 2020, 1:07 PM IST

નવી દિલ્હી: પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી હજી પણ કોમામાં છે, હોસ્પિટલે પૂર્વ રાષ્ટ્રપતિના સ્વાસ્થયને લઈ જણાવ્યું કે, પ્રણવ મુખર્જીના સ્વાસ્થયમાં કોઈ સુધારો આવ્યો નથી. તેમનું સ્વાસ્થ્ય ખરાબ થઈ રહી છે. તેઓ ફેફસાના ઈન્ફેક્શનના કારણે સેપ્ટિક શોકમાં છે. તેમના સ્વાસ્થ્યની દેખરેખ એક ટીમ કરી રહી છે.

હાલ પ્રણવ મુખર્જી ડીપ કોમામાં અને વેન્ટીલેટર સપોર્ટ પર છે. સેપ્ટિક શોક એક ગંભીર સ્થિત છે. જેનાથી કારણે શરીરમાં બ્લડ સરક્યુલેશન પર અસર પડે છે.

84 વર્ષીય પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીને 10 ઓગ્સ્ટના રોજ દિલ્હીમાં આવેલી કેંટ આર્મી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં મગજનું ઓપરેશન કરાયું હતું, ત્યારે મુખર્જી કોવિડ-19 રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. મુખર્જી ભારતના 13માં રાષ્ટ્રપતિના રુપમાં 2012થી 2017 સુધી પદ પર રહ્યાં હતાં.

ABOUT THE AUTHOR

...view details