નવી દિલ્હી: પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીની હાલત ગંભીર છે. તે જલ્દી ઠીક થઇ જાય તેવી સમગ્ર દેશ પ્રાર્થના કરી રહ્યો છે. બ્રેઇન સર્જરી પછી તેને વેન્ટિલેટર પર છે. તેમનો કોરોના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો હતો, જેના પછી ચિંતા વધી ગઈ છે. આ દરમિયાન તેમની પુત્રી અને કોંગ્રેસના નેતા શર્મિષ્ઠા મુખર્જીએ પ્રણવ મુખર્જી માટે પ્રાર્થના કરી છે. તેમણે ટ્વિટર પર એક વર્ષની જૂની વાત યાદ કરી છે.
પ્રણવ-દાની હાલત સ્થિર, પુત્રી શર્મિષ્ઠાએ કર્યું ભાવનાત્મક ટ્વીટ, જાણો શું લખ્યું?
ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીની હાલત ગંભીર છે. તે દરમિયાન તેમની પુત્રી અને કોંગ્રેસના નેતા શર્મિષ્ઠા મુખર્જીએ પ્રણવ મુખર્જી માટે પ્રાર્થના કરી છે. તેમણે ટ્વિટર પર એક વર્ષની જૂની વાત યાદ કરી છે.
પ્રણવ મુખર્જી
શર્મિષ્ઠા મુખર્જીએ ટ્વીટ કરીને ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીને આપવામાં આવેલ ભારત રત્ન એવોર્ડને યાદ કર્યો છે. શર્મિષ્ઠાએ ટ્વીટર પર લખ્યું કે, ગયા વર્ષે 8 ઓગસ્ટ એ મારા જીવનનો સૌથી ખુશીનો દિવસ હતો, જ્યારે મારા પિતાને ભારત રત્ન એનાયત કરવામાં આવ્યો હતો. હવે એક વર્ષ પછી 10 ઓગસ્ટે તે ગંભીર રીતે બીમાર થઈ ગયા છે. ભગવાન દરેકની દુઆ સાંભળે અને મને જીવનના દુઃખ અને સુખ સ્વીકારવાની ક્ષમતા આપે… દરેકનો આભાર..