મુખર્જીએ એક પુસ્તકના વિમોચન દરમિયાન કહ્યું કે પ્રથમ ચૂંટણી કમિશ્નર સુકુમાર સેનના સમયથી લઇને હાલના ચૂંટણી કમિશ્નર સુધી સંસ્થાએ ધણા સારા કામો કર્યા છે.
પ્રણવ મુખર્જીએ કરી ECની પ્રશંસા- કહ્યું, અદભૂત રીતે કરી ચૂંટણી કામગીરી - ELECTION COMMISSION
નવી દિલ્હી: ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુ઼ખર્જીએ ચૂંટણી પંચના પ્રશંસા કરતા જણાવ્યું કે 2019ની લોકસભા ચૂંટણી સારી રીતે પૂર્ણ કરી છે. મુખર્જીનું આ નિવેદન એવા સમયે આવ્યું છે કે જ્યારે વિપક્ષો સતત ચૂંટણી પંચ પર આક્ષેપો કરે છે.

પ્રણવ મુખર્જીએ કર્યા ECના વખાણ-
તેઓએ જણાવ્યું કે કારોબારી ત્રણેય કમિશ્નરની નિમણુક કરે છે. અને તે તેનુ કામ સારી રીતે કરી રહ્યા છે. તેઓએ કહ્યુૂ કે," તમે તેની ટીકા ન કરી શકો.
મુખર્જીએ સોનિયા સિંહનું પુસ્તક "ડિઝાઇનિંગ ઇન્ડિયા-થ્રૂ દેયર આઇજ" ના વિમોચનના પ્રસંગે જણાવ્યું હતુ કેે, " જો લોકતંત્ર સફળ રહ્યુ, તેનુ કારણ સુકુમાર સેનથી લઇને હાલના ચૂંટણી કમિશ્નર દ્વારા સારી રીતે કરેલી કામગીરીનુ ફળ છે.
Last Updated : May 21, 2019, 2:24 PM IST