નવી દિલ્હી: પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીના સ્વાસ્થમાં સુધારો થઇ રહ્યો છે. જો કે, હાલ તો તેઓ વેન્ટિલેટર પર જ છે. તેમના પુત્ર અભિજીત મુખર્જીએ ટ્વીટ કરીને આ માહિતી આપી હતી. તેમણે ટ્વીટ કરીને લખ્યું કે, " પિતાની હાલત સારવાર બાદ સારી થઇ રહી છે, હાલતમાં સુધારો થઇ રહ્યો છે."
પ્રણવ દાની હાલમાં સુધાર, હાલ વેન્ટિલેટર પર... - પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીના સ્વાસ્થમાં સુધારો
દિલ્હી સ્થિત સૈન્ય હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીની હાલતમાં સુધારો થયો છે. જો કે, હાલ તો તેઓ વેન્ટિલેટર પર છે. પૂર્વ રાષ્ટ્રપતિના પુત્રએ ટ્વીટ કરીને આ માહિતી આપી હતી.
પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરર્જીના પુત્ર અભિજીત મુખર્જીએ ટ્વીટ કરીને માહિતી આપી હતી કે, "પિતાજીની હાલત સારવાર બાદ સારી થઇ રહી છે, બીમારીમાં સુધારો થઇ રહ્યો છે." 84 વર્ષીય પ્રણવ મુખર્જીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જે બાદ સોમવારે તેમની બ્રેન સર્જરી કરવામાં આવી હતી. દિલ્હી સ્થિત આર્મી રિસર્ચ એન્ડ રેફેરલ હોસ્પિટલમાં તેઓ વેન્ટીલેટર સપોર્ટ પર છે.
આ આગઉ તેઓ ધણી બીમારીઓથી પીડાઇ રહ્યા હતા. તેમના સ્વાસ્થની સ્થિતિ પર વિશેષજ્ઞોની નજર છે. થોડા દિવસ આગાઉ અભિજીત મુખર્જીએ ટ્વીટ કરીને માહિતી આપી હતી કે, "મારા પિતાના મુખ્ય પેરામીટર હવે સ્થિર છે અને તેમના પર સારવારની અસર દેખાઇ રહી છે. મારા પિતાએ હમેશા કહ્યું કે, મેં ભારતના લોકોને જેટલું આપ્યું છે, તેના કરતા વધારે મને મળ્યું છે.