નવી દિલ્હી: ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય પ્રધાન પ્રકાશ જાવડેકરે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી પર આકરા પ્રહાર કર્યા હતા. જાવડેકરે કહ્યું કે, રાહુલ કોરોના સામેની લડતને રાજકીય તબક્કે લઈ જઇ રહ્યા છે, તેઓએ આવું ન કરવું જોઈએ.
જાવડેકરે કહ્યું કે રાહુલ ગાંધી કોરોના વાઇરસ સામે ભારતની લડતને રાજકીય બનાવી રહ્યા છે. તે રાહુલની ટિપ્પણીનો જવાબ આપી રહ્યા હતા જેમાં તેણે લોકડાઉનને નિષ્ફળતા ગણાવ્યું હતું.જાવડેકરે કહ્યું હતું કે કોરોના સામે ભારતની લડતની આખા વિશ્વએ પ્રશંસા કરી છે, આવી સ્થિતિમાં રાહુલ ગાંધીની ટીકા સમજણથી પરેય છે. તેમણે કહ્યું કે જનતા નકારાત્મક રાજકારણ સ્વીકારશે નહીં.