ગુજરાત

gujarat

ETV Bharat / bharat

રાજ્યસભા ચૂંટણીઓ માટે નામાંકન રદ થતા પ્રકાશ બજાજ હાઇકોર્ટ જશે - પ્રકાશ બજાજનું નામાંકન રદ

ઉત્તરપ્રદેશની આગામી રાજ્યસભા ચૂંટણીઓ માટે સપા તરફથી ઉમેદવાર પ્રકાશ બજાજનું નામાંકન રદ કરવામાં આવ્યું છે. આ માટે પ્રકાશ બજાજ હવે હાઇકોર્ટ જવાની તૈયારી કરી રહ્યા છે.

રાજ્યસભા ચૂંટણીઓ માટે નામાંકન રદ થતા પ્રકાશ બજાજ હાઇકોર્ટ જશે
રાજ્યસભા ચૂંટણીઓ માટે નામાંકન રદ થતા પ્રકાશ બજાજ હાઇકોર્ટ જશે

By

Published : Oct 29, 2020, 10:04 AM IST

  • સપા ઉમેદવાર પ્રકાશ બજાજનું નામાંકન રદ
  • રાજ્યસભા ચૂંટણીઓ માટે નામાંકન રદ થતા પ્રકાશ બજાજ હાઇકોર્ટ જશે

લખનઉ: સપા તરફથી ઉમેદવાર પ્રકાશ બજાજનું નામાંકન પત્ર રદ કરી દીધું છે. આથી તેઓ હવે હાઇકોર્ટ જવાની તૈયારી કરી રહ્યા છે. તેમનું નામાંકન પત્ર રદ થયા બાદ રાજ્યસભાની 10 બેઠકો માટે 10 ઉમેદવાર જ મેદાનમાં બચ્યા છે.

અપક્ષ ઉમેદવાર પ્રકાશ બજાજની ઉમેદવારી નામંજૂર થયા પછી, રાજ્યસભાની 10 બેઠકો પર માન્ય ઉમેદવારી નોંધાવનારા ઉમેદવારો બિનહરીફ ચૂંટાશે. ઉત્તરપ્રદેશમાં ચૂંટણીઓ માટે મતદાન નહી થાય. રાજ્યસભા ચૂંટણીમાં ભાજપના 8, સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજવાદી પાર્ટીના એક-એક ઉમેદવાર બિનહરીફ ચૂંટાશે.

બસપાના ઉમેદવાર રામ જી ગૌતમનું પણ નામાંકન પત્ર રદ કરાયું છે. ઉમેદવારી નોંધાવવા આવેલા બસપાના ઉમેદવાર રામ જી ગૌતમના સમર્થનમાં આવેલા ધારાસભ્યોએ બળવો કર્યો હતો. ત્યારબાદ આ સભ્યોએ બળવો કરીને તેમનો પ્રસ્તાવ પાછો ખેંચી લીધો હતો. આ પછી તેમણે સમાજવાદી પાર્ટીના કાર્યાલય પહોંચી સપાના પ્રમુખ અખિલેશ યાદવને મળ્યા.

ABOUT THE AUTHOR

...view details