ભોપાલથી ગત મહિને લોકસભા સાંસદ ચૂંટાયા બાદ પ્રજ્ઞા NIA અદાલતમાં આ પ્રથમ વખત હાજર થયા હતા. જણાવી આપીએ કે, 11 વર્ષ પહેલા બોમ્બ બ્લાસ્ટનો NIA અદાવતમાં કેસ ચાલી રહ્યો છે.
ગત વર્ષે ઑક્ટોબર મહિનામાં આરોપો નક્કી કર્યાના સમયે કોર્ટમાં હાજર થયા હતા. વિશેષ NIA જજ વી. એસ. પડાલકરે ગત મહિને પ્રજ્ઞા સિંહ ઠાકુર સહિત તમામ આરોપીઓને અઠવાડિયામાં ઓછામાં ઓછી એક વખત અદાલતમાં હાજર થવાનો આદેશ આપ્યો હતો.
જજે ત્યારે કહ્યું હતું કે, માત્ર વાસ્તવિક કારણ આપવા પર જ હાજરી આપવા પર છૂટ આપવામાં આવશે. વિશેષ અદાલતે સોમવારે ઠાકુરની અરજીને રદ કરી દેવામાં આવી હતી. જેમાં તેમણે આ અઠવાડિયાએ અદાલતમાં હાજર થવાની છૂટ માંગી હતી.
તેમણે એવા આધાર પર છૂટી માંગી હતી કે, તેમને સંસદમાં તેમના ચૂંટણીસંબંધિત ઔપચારિકતા પૂર્ણ કરવી છે, પરંતુ અદાલતે કહ્યું કે, કેસમાં આ તબક્કામાં તેમની હાજરી આવશ્યક છે. તેમના વકીલ પ્રશાંત માગૂએ ગુરૂવારે અદાલતમાં જણાવ્યું કે, તેમની ક્લાઈન્ટ બ્લડ પ્રેસરથી પીડાઈ રહી છે અને ભોપાલથી મુંબઈ આવવા માટે અસમર્શ છે. અદાલતે તેમને તે દિવસે હાજર થવાની છૂટી આપી અને કહ્યું કે, તે અદાલતમાં શુક્રવારે અદાલતમાં હાજર થાય.
જજે કહ્યું કે, ગુરૂવારે હાજરે હાજર થવાની છૂટ આપવામાં આવે છે. પરંતુ તેમને શુક્રવારે હાજર થવુ પડશે, નહીતર તેમને પરિણામ ભોગવુ પડશે.
ઠાકુરના નજીકની સહયોગી ઉપમાએ જણાવ્યું કે, સાંસદને બુધવારની રાતના પેટમાં તકલીફના કારણે ભોપાલની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી અને ગુરૂવારની સવારે છૂટ્ટી આપવામાં આવી છે.
અદાલતમાં કેસ સંબંધિત સાક્ષીઓની પૂરાવા નોંધવામાં આવી રહી છે. આ કેસમાં ઠાકુર અને લેફ્ટિનેન્ટ કર્નલ પ્રસાદ પુરોહિત સહિત સાત લોકો આરોપનો સામનો કરી રહ્યા છે. માલેગાવમાં 29 સપ્ટેમ્બર 2008ના એક મસ્જિદની પાસે થયેલ બોમ્બ બ્લાસ્ટમાં છ લોકોના મૃત્યુ થયા હતા, જ્યારે 100 વધારે લોકોને ઈજા પહોંચી હતી.