રક્ષા પ્રધાન રાજનાથ સિંહે તેમને કમિટીમાં સામેલ કર્યા છે. હંમેશા પોતાના વિવાદીત નિવેદનો આપી ચર્ચામાં રહેતા સાધ્વી પ્રજ્ઞા ભોપાલથી લોકસભા ચૂંટણી લડ્યા હતા. તેમનો ચૂંટણી પ્રચાર ઘણો વિવાદીત રહ્યો છે.
સાધ્વી પ્રજ્ઞા ઠાકુર પર મોદી સરકાર મહેરબાન, રક્ષા કમિટીમાં આપ્યુ સ્થાન
નવી દિલ્હી: ભારતીય જનતા પાર્ટીના ફાયર બ્રાન્ડ નેતા અને ભોપાલથી સાંસદ પ્રજ્ઞા સિંહ ઠાકુરને મોટી જવાબદારી સોંપવામાં આવી છે. તેમને રક્ષા મંત્રાલયની કમિટીમાં સામેલ કરવામાં આવ્યા છે.
defence ministry panel
રક્ષા મંત્રાલયે આ કમિટીમાં કુલ 21 સભ્યોને જગ્યા આપી છે. જેમાં સાધ્વી પ્રજ્ઞાનું પણ નામ છે. આ કમિટીમાં સુપ્રિયા સુલે, મિનાક્ષી લેખી, શરદ પવાર, ફારુક અબ્દુલા, જેપી નડ્ડા સહિત 21 અન્ય નેતાઓ સામેલ છે.
Last Updated : Nov 21, 2019, 12:08 PM IST