મેક્સિકોના દક્ષિણ પ્રાંતમાં 7.4ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો આવ્યો હતો. જેના પગલે લોકો ઘરમાંથી દોડી આવ્યા હતા. રાજધાની મેક્સિકો સિટી અને દક્ષિણી રાજ્ય ઓક્સાકામાં ભૂકંપના સૌથી વધુ ઝટકા મહેસુસ થયા હતા. જેના પગલે લોકોમાં અફરા તફરી સર્જાઇ હતી.
મેક્સિકોમાં 7.4ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો, લોકો રસ્તા પર દોડી આવ્યા - મેક્સિકોમાં 7.4ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો
મેક્સિકો સિટી : મેક્સિકોના દક્ષિણ પ્રાંતમાં 7.4ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો આવ્યો હતો. જેના પગલે લોકો હતપ્રભ બની ગયા હતા. જોત જોતામાં લોકો ઘરની બહાર નિકળી ગયા હતા.
મેક્સિકોમાં 7.4ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો, લોકો રસ્તા પર દોડી આવ્યા
એક સર્વે મુજબ મેક્સિકોના ઓક્સાકામાં 7.4ની તીવ્રતાનો ભૂકંપનો આંચતો આવ્યો હતો. મળતી માહિતી મુજબ ભૂકંપનું કેન્દ્ર બિંદુ ઓક્સાકાના પ્રશાંત તટ પર છે. હાલમાં કોઇ પણ પ્રકારની નુકસાનીના સમાચાર સામે આવ્યા નથી.
ઉલ્લેખનિય છે કે છેલ્લા 7 દિવસમાં 20 વખત ભૂકંપના આંચકા આવ્યા છે. જો કે આ તમામ દિવસોમાંથી ગતરોજ આવેલા ભૂકંપની તીવ્રતા સૌથી વધારે હતી.