ગુજરાત

gujarat

ETV Bharat / bharat

'માતોશ્રી' બહાર લાગ્યા આદિત્ય ઠાકરેના પોસ્ટર, 'મારો ધારાસભ્ય મારો મુખ્યપ્રધાન' - શિવસેના MLA આદિત્ય ઠાકરે

મહારાષ્ટ્ર: શિવસેના MLA આદિત્ય ઠાકરેના ફોટોવાળા પોસ્ટર માતોશ્રીની બહાર લગાવવામાં આવ્યા છે. પોસ્ટર પર 'મારો ધારાસભ્ય મારો મુખ્યપ્રધાન' લખવામાં આવ્યું છે.

સૌ.ANI

By

Published : Nov 5, 2019, 11:23 AM IST

મહારાષ્ટ્રમાં ભાજપ-શિવસેના વચ્ચે સત્તાને લઈને સંઘર્ષ પરાકાષ્ઠાએ છે. મુંબઈમાં મંગળવારના રોજ શિવસેના પ્રમુખના MLA પુત્ર આદિત્ય ઠાકરેને એકવાર ફરીથી રાજ્યના આગામી સીએમ બતાવતા પોસ્ટર જોવા મળી રહ્યાં છે. શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેના નિવાસ સ્થાન માતોશ્રી બહાર તેમના પુત્ર આદિત્ય ઠાકરેના આવા પોસ્ટર લગાવવામાં આવ્યાં છે. જેમાં લખ્યું છે કે 'મારો ધારાસભ્ય મારો મુખ્યપ્રધાન'. ભાજપ મુખ્યપ્રધાનનો પદ પોતાના પાસે રાખવા માંગે છે ત્યા શિવ સેના 50-50ના ફોર્મુલા પર આધારીત છે.

ભાજપ શિવસેના ગઠબંધનને 161 બેઠકો મળી છે. પરંતુ બંને પાર્ટીઓ વચ્ચે મુખ્યપ્રધાનના પદને લઈને 50-50ના ફોર્મ્યુલા પર સત્તાની જંગ છેડાઈ છે. શિવસેના અઢી વર્ષ પોતાનો મુખ્યપ્રધાન ઈચ્છે છે જ્યારે ભાજપ તે માટે તૈયાર નથી.

ABOUT THE AUTHOR

...view details