ગુજરાત

gujarat

ETV Bharat / bharat

કુલભૂષણના જામીન પાક માટે અહંકારનો મુદ્દો, ચર્ચા બાદ પણ છોડ્યા નહીં

ભારતે આશા વ્યક્ત કરી હતી કે, તે ભારતીય નૌકાદળના નિવૃત્ત અધિકારી કુલભૂષણ જાધવને અનૌપચારિક વાટાઘાટો દ્વારા છોડવા માટે પાકિસ્તાનને મનાવી લેશે. જેને 2017માં 'જાસૂસી અને આતંકવાદ'ના આરોપમાં પાકિસ્તાનની એક સૈન્ય અદાલતે ફાંસીની સજા સંભળાવી હતી.

ETV BHARAT
કુલભૂષણની જમાનત પાક માટે અહંકારનો મુદ્દો, ચર્ચા બાદ પણ છોડ્યા નહીં

By

Published : May 4, 2020, 10:14 AM IST

નવી દિલ્હીઃ ભારતે આશા વ્યક્ત કરી હતી કે, તે ભારતીય નૌકાદળના નિવૃત્ત અધિકારી કુલભૂષણ જાધવને અનૌપચારિક વાટાઘાટો દ્વારા છોડવા માટે પાકિસ્તાનને મનાવી લેશે. જેને 2017માં 'જાસૂસી અને આતંકવાદ'ના આરોપમાં પાકિસ્તાનની એક સૈન્ય અદાલતે ફાંસીની સજા સંભળાવી હતી. આ વાત વરિષ્ઠ વકીલ હરીશ સાલ્વેએ કહી છે.

આંતરરાષ્ટ્રીય કોર્ટ(ICJ)માં જાધવ કેસમાં સાલ્વે ભારત તરફથી મુખ્ય વકીલ હતા. ICJએ ગત વર્ષે ચૂકાદો આપ્યો હતો કે, પાકિસ્તાનને નૌકાદળના નિવૃત્ત અધિકારીના મોતની સજાની સમીક્ષા કરવી જોઈએ.

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે જોડાયેલા અખિલ ભારતીય અધિવક્તા પરિષદે શનિવારે ઓનલાઈન વ્યખ્યાન શ્રૃંખલાનું આયોજન કર્યું, જેમાં લંડનથી સાલ્વેએ કહ્યું કે, ભારતીય પક્ષ પૂછતું રહ્યું કે, પાકિસ્તાન ICJના ચૂકાદાને કેવી રીતે અમલ કરશે અને કેવી રીતે અસરકારક સમીક્ષા અને પુનર્વિચારણા કરશે, પરંતુ કોઈ જવાબ મળ્યો નહીં.

આ મામલાની વર્તમાન સ્થિતિ વિશેના એક સવાલ પર તેમણે કહ્યું કે, 'અમને આશા હતી કે અનૌપચારિક વાતચીત દ્વારા અમે પાકિસ્તાનને મનાવી લેશું. જો તેઓ માનવ આધાર અથવા અન્ય કંઈપણ કહેશે, તો અમે તેમને પાછા માંગીએ છીએ. અમે કહ્યું કે તેમને છોડી દો, પરંતુ તે પાકિસ્તાનમાં અહંકારનો મુદ્દો બની ગયો છે. તેથી અમને આશા હતી કે તે તેમને છોડશે, પરંતુ છોડ્યા નહીં.

તેમણે કહ્યું, 'અમે ચાર-પાંચ પત્રો લખ્યાં છે. તે ના પાડતા રહ્યા. મારું માનવું છે કે અમે ત્યાં પહોંચી ગયા છીંએ, જ્યાં અમારે નિર્ણય કરવો પડશે કે આપણે ફરીથી ICJનો દરવાજો ખખડાવવો જોઇએ કે કેમ, કારણ કે પાકિસ્તાન આ તરફ આગળ વધી રહ્યું નથી.

સાલ્વેએ કહ્યું હતું કે, ICJના આદેશ બાદ પાકિસ્તાને રાજદ્વારી પ્રવેશને મંજૂરી આપી હતી, પરંતુ ત્યારબાદ ઘણું મોડું થઈ ગયું હતું અને અમે સિસ્ટમ બનાવવા માટે પાકિસ્તાન સામે લડી રહ્યા છીએં.

તેમણે કહ્યું, પાકિસ્તાને સૌથી પહેલાં દુનિયાને કહ્યું કે, કેસમાં તેમની જીત થઇ છે અને હવે તે કહી રહ્યા છે કે, તમારે પાકિસ્તાનની કોર્ટની કાર્યવાહી માટે કેસ દાખલ કરવો પડશે અથવા પાકિસ્તાની કાર્યવાહીનો સ્વિકાર કરવો પડશે.

ABOUT THE AUTHOR

...view details