હૈદરાબાદ: અહેવાલમાં જોવા મળ્યું હતું કે જો તમામ વાહનોને ઇલેકટ્રિક વાહનો તરીકે ઉત્પાદિત કરવામાં આવે તો વિશ્વભરમાં 1 કરોડ અને યુરોપના ક્ષેત્રમાં 29 લાખ નોકરીઓ પેદા કરી શકે છે. વધારામાં જો યુરોપના દેશો પબ્લિક ટ્રાન્સપોર્ટ ક્ષેત્રમાં તેઓનું રોકાણ બેવડું કરી દે તો યુરોપિયન દેશોમાં 25 લાખ અને વિશ્વસ્તરે 50 લાખ નવી નોકરીએ પેદા થઇ શકે છે.
ટ્રાન્સપોર્ટ સિવાય નોકરીઓ પેદા કરી શકે એવા અન્ય પરિબળોમાં પેટ્રોલ-ડીઝલ ઉપર ઘટી ગયેલા ખર્ચના પગલે માલસામાન અને સેવાઓ ઉપર થનારો વધારાનો ખર્ચ અને ઊર્જાના ઉત્પાદન અને ઉપયોગ સંબંધિત અન્ય પગલાંઓનો સમાવેશ થાય છે. જો પુનઃપ્રાપ્ય ઊર્જાની મદદથી પેસેન્જર વાહનો અને ટ્રાન્સપોર્ટના હેતુ માટે વપરાતાં વાહનોનું ઇલેકટ્રિફિકેશન કરી નાંખવાથી પણ વધુ નોકરીઓ પેદા થઇ શકશે.