ભોપાલ: મધ્યપ્રદેશના મુખ્યપ્રધાન શિવરાજ સિંહ ચૌહાણે પ્રધાનમંડળના વિસ્તરણ બાદ પ્રધાનોને ખાતા ફાળવ્યાં છે. ખાતાની ફાળવણીમાં પણ સિંધિયા સમર્થકોનું પલડું ભારી રહ્યું છે. આ પ્રધાનોને એ જ ખાતા ફાળવવામાં આવ્યા છે, જે કમલનાથ સરકાર પાસે તેમની પાસે હતાં.
જ્યોતિરાદિત્ય સિંધિયાના ફોઈ યશોધરા રાજેને સ્પોર્ટ્સ અને યુવા કલ્યાણ, ટેક્નોલોજી અને રોજગાર વિભાગ મળ્યું છે. ઈમરતી દેવીને મહિલા અને બાળ વિકાસ વિભાગ અને ગોવિંદ સિંહ રાજપૂતને મહેસૂલ અને પરિવહન વિભાગ આપવામાં આવ્યું છે. નરોતમ મિશ્રાને સ્વાસ્થ્ય વિભાગ લઈ પ્રભુરામ ચૌધરીને આપવામાં આવ્યું છે.