અંતે 2 મિનિટ સુધી આ વિડીયો ચાલુ રહ્યો હતો. જેને લઈ ફુડ વિભાગના અધિકારી અને ઉચ્ચ અધિકારીઓ પાસેથી D.G N.I.Cએ રિપોર્ટની માંગ કરી છે. સાથે દોષિત અધિકારીઓ વિરૂદ્ધ કાર્યવાહી કરવાની માંગ કરી છે.
જયપુર સચિવાલયમાં સરકારી કોન્ફરન્સ દરમિયાન શરૂ થયો પોર્ન વીડિયો - gujarat
જયપુરઃ સચિવાલયમાં ફૂડ ડિપાર્ટમેન્ટની વીડિયો કૉન્ફરન્સ સમયે ધમાલ મચી હતી. જ્યારે પ્રેઝન્ટેશન સમયે એક પોર્ન વીડિયો પ્લે થયો હતો, પરંતુ અચાનક પ્લે થયેલા વીડિયોને બંધ કરવા માટે પ્રયાસ કરવામાં આવ્યો હતો.
જયપુરની સચિવાલયમાં વીડિયો કોન્ફરન્સ દરમિયાન શરુ થયો પોર્ન વીડિયો
સચિવાલયમાં વીડિયો કોન્ફરન્સમાં કે બેઠક સમયે પોર્ન વીડિયો શરૂ થવાની આ પ્રથમ ઘટના બની છે. વીડિયો કોન્ફરન્સ સમયે અંદાજે મોટી સંખ્યામાં અધિકારીઓ સહિત એક મહિલા અધિકારી પણ બેઠકમાં ઉપસ્થિત હતા.
હાલમાં તપાસ શરૂ છે કે, વીડિયો કોન્ફરન્સ દરમિયાન કોમ્પયુટર સેટઅપ લગાવવામાં આવ્યો હતો. તેમાં પોર્ન વીડિયો કઈ રીતે પ્લે થયો, પરંતુ આ ઘટનાએ સચિવાલયની સુરક્ષા પર પ્રશ્નો ઉઠી રહ્યા છે.