મેરઠઃ દેશમાં કોરોનાનું લોકડાઉન ચાલી રહ્યું છે, ત્યારે ગરીબ મજૂરોને કોરોના કરતા એમની ભૂખ માટે સૌથી વધુ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. એવા લોકો કે, જેઓ તેમના ઘરથી દૂર અન્ય જિલ્લા અથવા રાજ્યમાં અટવાઈ ગયા છે. હાલ આજીવિકા માટે સંકટનો સામનો કરી રહ્યાં છે. સરકાર ગરીબ જરુરીયાતમંદોને ભોજન પ્રદાન કરી રહી છે, પરંતુ આ ભોજનથી પોતાનું પેટ ભરાતું નથી. તાળાબંધીમાં ફસાયેલા લોકો કહે છે કે, જે ખોરાક મળી રહ્યો છે. તેમાં પરિવારનું પરી વડતું નથી. વડીલોને ખોરાક આપવામાં આવે છે, પણ બાળકોને નહીં. જેથી ખાલી ખેતરોમાં ઘઉંના ઉંબી વિણવાની ફરજ પાડી રહી છે. જેથી કોઈકનું તો પેટ ભરી શકાય.
150થી વધુ ફસાયેલા લોકોવાળું કુંડા ગામ
શહેરથી 9 કિલોમીટર દૂર કુંડા ગામમાં તાળાબંધીના કારણે 150થી વધુ મજૂરો અટવાઈ ગયા છે. લોકડાઉન પહેલા એક દિવસ માટે બધા અહીં પહોંચ્યા હતા. એવી અપેક્ષા રાખવામાં આવી હતી કે, જો 14 એપ્રિલના રોજ લોકડાઉન ખુલશે, તો કામ શરૂ થશે અને પરિવારને બે દિવસનું ખાવનું મળશે. પરંતુ આ બન્યું નહીં સરકારે તાળાબંધીનો સમયગાળો 3 મે સુધી લંબાવી દીધો. અહીં ફસાયેલા મજૂરો કહે છે કે, શરૂઆતમાં તેઓ દુકાનના માલ સાથે પૈસા લઇ જતા હતા, પરંતુ હવે પૈસા પણ રહ્યાં નથી. આ મજૂરોમાં મધ્યપ્રદેશ, બિહાર અને યુપીના અન્ય જિલ્લાના લોકો સામેલ છે. જેઓ અહીં પોતાના પરિવાર સાથે આવ્યાં હતાં.