પંજાબઃ પાંવટા સાહિબના પાતલિયો ગામના 9 વર્ષના સાર્થકનો જન્મ 1 કિડની સાથે થયો હતો. થોડા વર્ષો પછી, કિડનીમાં ચેપ ફેલાયો. આ સાથે, સાર્થકને શૂગરની બિમારી પણ થઈ ગઈ હતી. ડોક્ટરોએ સાર્થકના સાજા થવાની આશા છોડી દીધી હતી, પરંતુ તેની માતાએ હાર માની ન હતી.
પુત્રને બચાવવા ગરીબ માતા-પિતાના અથાક પ્રયાસો, જાણો વિગત - Kidney patient need help
પાંવટા સાહિબના પાતલિયો ગામના 9 વર્ષના સાર્થકનો જન્મ 1 કિડની સાથે થયો હતો. થોડા વર્ષો પછી, કિડનીમાં ચેપ ફેલાયો. આ સાથે, સાર્થકને શૂગરની બિમારી પણ થઈ ગઈ હતી. ડોક્ટરોએ સાર્થકના સાજા થવાની આશા છોડી દીધી હતી, પરંતુ તેની માતાએ હાર માની નહીં.
સાર્થકના માતા-પિતા પુત્રની માંદગીની સાથે ગરીબી સામે પણ લડી રહ્યાં છે. પૈસાના અભાવે સાર્થકને છેલ્લા 3 વર્ષથી તેના માતા-પિતા હોસ્પિટલ લઈ જઇ શક્યા નથી. લોકડાઉનમાં વસ્તુઓ વધુ ખરાબ થઈ ગઈ છે. સાર્થકને જીવિત રહેવા માટે દરરોજ ઇન્જેક્શન આપવું પડે છે. ડૉક્ટરોએ સ્પષ્ટ કહ્યું હતું કે, જો દવા ચાલુ રહેશે તો સાર્થકના શ્વાસ ચાલુ રહેશે, પરંતુ લોકડાઉનને કારણે માતાપિતા પાસે દવા ખરીદવાના પૈસા પણ નથી. તે જ સમયે, હવે આ પરિવાર મદદની અપેક્ષામાં છે.
સાર્થકની માતા લલિતા રાઠોડે જણાવ્યું હતું કે, છેલ્લા 3 વર્ષથી તે પૈસાની અછતને કારણે સાર્થકને પીજીઆઈ ચંદીગઢ લઈ જઇ શક્યા નથી. તેમણે કહ્યું કે, પીજીઆઈએ પણ સ્પષ્ટ કરી દીધું છે કે દવા આપવામાં આવે ત્યાં સુધી સાર્થકના શ્વાસ ચાલુ રહેશે. કેટલીક વખત તબિયત ખરાબ હોવાને કારણે સાર્થકને નજીકની સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવે છે.