કોંગ્રેસના સુત્રો અનુસાર પાર્ટીએ લખનઉથી કોઇ પણ ઉમેદવારને ન ઉતારતા તથા સિન્હાને સમર્થન આપવાનો નિર્ણય કર્યો છે. આથી રાજનાથ સિંહ તથા પૂનમ સિન્હા વચ્ચે આ બેઠક પર જંગ થશે.
મળતી માહીતી અનુસાર આ જ કારણથી શત્રુધ્ન સિન્હાએ 28 માર્ચના રોજ કોંગ્રેસમાં શામિલ થવાના નિર્ણયને ટાળ્યું હતું. કોંગ્રેસના એક નેતા આ અંગે કહ્યું કે જિતિન પ્રસાદ લખનઉથી ચૂંટણી લડવા માંગતા હતા પરતું તેમના સાસંદીય વિસ્તાર ધૌરહાર માટે રાજી થવું પડ્યું હતું. જે બાદ સ્પષ્ટ થઇ ગયું હતું કે લખનઉ તે સાત સીટોમાં સામેલ છે જેના વિશે કોંગ્રેસે કહ્યું હતું કે તે આ સીટોને સપા-સપા ગઠબંધન માટે છોડી દેશે. શત્રુધ્ન સિન્હા 6 એપ્રિલના રોજ દિલ્હીમાં કોંગ્રેસમાં સામેલ થશે તથા બિહારમાં પટના સાહિબ લોકસભા સીટ પર પાર્ટીના ઉમેદવાર હશે.