ગુજરાત

gujarat

ETV Bharat / bharat

શત્રુઘ્ન સિંહાની પત્ની પૂનમ સિંહા સપામાં જોડાયા, લખનઉથી રાજનાથ સિંહને ટક્કર આપશે - up

ન્યૂઝ ડેસ્ક: ભારતીય જનતા પાર્ટીમાંથી કોંગ્રેસમાં જોડાયેલા શત્રુઘ્ન સિંહાની પત્ની પૂનમ સિંહા સમાજવાદી પાર્ટીમાં જોડાઈ ગયા છે. તેમણે સપા અધ્યક્ષ અખિલેશ યાદવની પત્ની ડિંપલ યાદવની મુલાકાત કર્યા બાદ આધિકારીક રીતે પાર્ટીનું સભ્યપદ મેળવ્યું હતું.

ians

By

Published : Apr 16, 2019, 4:32 PM IST

Updated : Apr 16, 2019, 5:09 PM IST

જોવા જઈએ તો ઘણા સમયથી સપા લખનૌ સીટ પર કોઈ મોટા ચહેરાને મેદાનમાં ઉતારવાની ફિરાકમાં હતું, જે રાજનાથ સિંહને ટક્કર આપી શકે. હમણા થોડા દિવસો પહેલા જ શત્રુઘ્ન સિંહાએ અખિલેશ યાદવ સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત બાદ એવું નક્કી થયું હતું કે, પૂનમ સિંહાને લખનઉથી ટિકીટ આપવામાં આવે. પણ તેમના નામની જાહેરાત પહેલા શત્રુઘ્ન કોંગ્રેસમાં જોડાઈ જાય તેની રાહ જોવાઈ રહી હતી. જેથી લખનઉ સીટ પર એકાદ ઉમેદવાર ઉતારી શકાય. હાલ લખનઉની સીટ પરથી પૂનમ સિંહાનું નામ ફાઈનલ થઈ ગયું છે.

ગઠબંધન તથા ભાજપને લઈ લખનઉ સીટ પર કોંગ્રેસ પણ બરાબરનું જોર લગાવી રહ્યું છે.

Last Updated : Apr 16, 2019, 5:09 PM IST

ABOUT THE AUTHOR

...view details