નવી દિલ્હી : હિન્દ પ્રશાંત ક્ષેત્ર વધી રહેલા પ્રભાવને લઈ ચતુષ્કોણીય ગઠબંધન દેશ (ક્વાડ)ના વિદેશ પ્રધાન આજે જાપાનની ટોક્યો શહેરમાં કૂટનીતિક બેઠક કરશે. ક્વાડ નામના આ ચતુર્ભુજીય સંગઠનમાં હિન્દ-પ્રશાંત ક્ષેત્રેના 4 દેશ ભારત, અમેરિકા,જાપાન અને ઑસ્ટ્રેલિયા સામેલ છે. ભારતના વિદેશ પ્રધાન એસ જયશંકર અને અમેરિકી વિદેશ પ્રધાન માઈક પોમ્પિયો બેઠકમાં સામેલ રહેશે.
જાપાનમાં આજે થશે QUAD દેશોની બેઠક,વિદેશ પ્રધાન એસ જયશંકર લેશે ભાગ - મંત્રિસ્તરીય બેઠક
ભારતના વિદેશ પ્રધાન એસ જયશંકર ચતુષ્ષક્ષીય ગઠબંધનની મંત્રિસ્તરીય બેઠકમાં ભાગ લેવા માટે આજે જાપાનના ટોક્યોનો પ્રવાસ કરશે. તેમજ દ્રિપક્ષીય સંબંધોને લઈ તેમની જાપાન વિદેશ પ્રધાન તોશિમિત્સુ મોતેગી સાથે વાત કરશે.
કોરોના મહામારીની શરુઆત બાદ ટોક્યો દ્વારા આયોજિત આ પ્રથમ પ્રધાન સ્તરીય સંમેલન હશે. જાપાને આશા વ્યક્ત કરી કે, આ બેઠકમાં ચીનના વધતા આક્રમતાનો મુકાબલા પર કેન્દ્રિત સ્વતંત્ર અને મુક્ત હિન્દ-પ્રશાંત પર 4 સભ્યો દેશની ભાગેદારીને વધારવામાં મદદ કરશે. આ બેઠકમાં વિદેશ પ્રધાન એસ જયશંકર, અમેરિકી વિદેશ પ્રધાન માઈક પોમ્પિયો ,ઑસ્ટ્રેલિયાઈ વિદેશ પ્રધાન મૈરિસે પાઈન અને જાપાન વિદેશ પ્રધાન તોશિમિત્સુ મોતેગી સામેલ રહેશે.
જાપાનના અધિકારીઓએ કહ્યું કે, વિદેશ પ્રધાન કોવિડ-19 મહામારીના પ્રભાવ અને વ્યાપક સુરક્ષા અને આર્થિક સહયોગ માટે સ્વતંત્ર અને મુક્ત હિન્દ-પ્રશાંત પર ચર્ચા કરશે.