ગુજરાત

gujarat

ETV Bharat / bharat

દિલ્હીમાં એયર ઈન્ડેક્ષ 413ને પાર, પ્રદૂષણ જોખમકારક સ્તરે પહોંચ્યું - દિલ્હી NCRમાં પ્રદૂષણનું સ્તર

નવી દિલ્હીઃ નવા વર્ષના પહેલા દિવસે દિલ્હી NCRમાં પ્રદૂષણના સ્તરમાં વધારો જોવા મળ્યો હતો. આજે સવારે દિલ્હીમાં એયર ઈન્ડેક્ષ 413 નોંધાયો છે. જેનો ખતરનાક શ્રેણીમાં સમાવેશ થાય છે. દિલ્હીમાં કેટલાક એવા અન્ય વિસ્તારો જ્યાં એયર ઈન્ડેક્ષનો આંક 450ને પાર પહોંચી ગયો છે.

દિલ્હીમાં એયર ઈન્ડેક્ષ 413ને પાર, પ્રદૂષણ જોખમકારક સ્તરે પહોંચ્યુ
દિલ્હીમાં એયર ઈન્ડેક્ષ 413ને પાર, પ્રદૂષણ જોખમકારક સ્તરે પહોંચ્યુ

By

Published : Jan 1, 2020, 12:09 PM IST

  • પ્રદૂષણનું સ્તર હજુ વધશે

દિલ્હી NCRમાં વધી રહેલા પ્રદૂષણના સ્તરના સંબંધમાં કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના અધિકારીઓનું કહેવું છે કે, આવનારા કેટલાક દિવસોમાં દિલ્હીવાસીઓ પ્રદૂષણથી રાહત થાય તેમ લાગતું નથી. કારણ કે, આ દિવસોમાં દિલ્હી NCRમાં હવાની ગતિ સામાન્ય છે. જેના કારણે પ્રદૂષણના કણ હવામાં જામવા લાગ્યા છે. અધિકારીઓનું માનવું છે કે, દિલ્હી સાથે જોડાયેલા પાડોશી રાજ્યોમાં પૂળા સળગાવવાની ઘટનાઓ લગભગ પૂર્ણ થઈ ગઈ છે. પરંતુ ઘરેલુ કારણોથી દિલ્હી NCRમાં પ્રદૂષણનું સ્તર ઘટશે નહીં.

ABOUT THE AUTHOR

...view details