અહીં બે સીટ માટે મતદાન થઈ રહ્યું હતું જેમાં 33.17 લાખ મતદારો છે, તથા આ બે સીટ પર કુલ 33 ઉમેદવારો મેદાનમાં છે. મતદાન માટે કુલ 4489 બૂથ બનાવવામાં આવ્યા છે. અહીં 3 વાગ્યા સુધીમાં 59.0 ટકા મતદાન રહ્યું હતું.
જમ્મુ કાશ્મીરમાં બુલેટ પર બેલેટ ભારે પડ્યું, મોટી સંખ્યામાં લોકોએ મતદાન કર્યુ - polling
શ્રીનગર: લોકસભા ચૂંટણી 2019 માટે આજે પ્રથમ તબક્કાનું 20 રાજ્યો 91 સીટ પર મતદાન થઈ રહ્યું છે. પ્રથમ તબક્કામાં જમ્મુ કાશ્મીરની બે સીટ બારામૂલા અને કુપવાડા તથા જમ્મુ-પુંછ સીટ પર મતદાન થઈ હતું. આ બંને સીટ પર મોટી સંખ્યામાં લોકોએ ઘરની બહાર નિકળી મતદાન કર્યું હતું. સવારથી જ મતદારોની બૂથ પર લાંબી લાઈન લાગી હતી.

ani twitter
બારામૂલામાં લગભગ 13.12 લાખ મતદારો છે. આ સીટ પર નવ ઉમેદવારો મેદાનમાં હતા. સુરક્ષાને ધ્યાને રાખી આ વિસ્તારોમાં ઈન્ટરનેટની સેવા પણ બંધ કરી દેવામાં આવી હતી.
આ બંને સીટો પર મુખ્ય ટક્કર નેશનલ કોંન્ફરંસ- કોંગ્રેસ ગઠબંધન અને ભાજપ વચ્ચે છે. પીડીપી પણ મેદાનમાં ઉતરેલી છે. જમ્મુ-પુંછમાં તો ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી ટક્કર છે. જ્યારે બારામૂલામાં ત્રિકોણીયો જંગ થઈ રહ્યો છે.