અંતિમ તબક્કાના મતદાનમાં થયેલી મહત્વની ઘટનાઓ પર એક નજર
- પશ્ચિમ બંગાળનું મતદાન ચર્ચાસ્પદ રહ્યું હતુ, બૂથ પર હિંસા અને અથડામણ જોવા મળી હતી.
- ભટીંડાના 112 નંબર પોલીંગ બૂથ પર બે જુથ વચ્ચે અથડામણ, ગોળીબારમાં એક કોગી કાર્યકર્તાનું મોત થયુ હતું.
- વિશ્વના સૌથી ઉંચા મતદાન કેન્દ્ર તાશીગાંગ પર મતદાન કરવામાં આવ્યું હતું.
- પટણામાં માથાથી જોડાયેલી બે જુડવા બહેનોએ પ્રથમ વખત મતદાન કર્યુ હતુ.
- બિહાર લોકસભાના ઉમેદવાર તેજપ્રતાપ યાદવની ગાડી પર હુમલો થયો હતો, આ બાબતની FIR પણ નોંધવામાં આવી છે.
- પંજાબના મુખ્યપ્રધાન કેપ્ટન અમરિંદરસિંહે પટિયાલા લોકસભાના 89 નંબરના બૂથ પર મતદાન કર્યુ હતુ.
- પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જીએ મતદાન કર્યુ હતું.
- પટના સાહીબથી ઉમેદવાર શત્રુધ્નસિંહાએ મત આપ્યો
- કોંગ્રેસ નેતા નવજોતસિંહ સિદ્ધુએ પત્ની સાથે મતદાન કર્યુ હતુ
- ઈન્દોરમાં લોકસભાના સ્પીકર સુમિત્રા મહાજને મતદાન કર્યુ હતુ.
- હિમાચલ પ્રદેશના મુખ્યપ્રધાન જયરામ ઠાકુરે કર્યુ મતદાન જયરામ ઠાકુરે મતદાન કર્યુ હતુ.
- ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે આજે મતદાન કર્યુ હતુ.
- ભારતના પહેલા મતદાર શ્યામ સરન નેગીએ શીમલા ખાતેથી મતદાન કર્યુ હતું
- બિહારના નાયબ મુખ્યમંત્રી અને ભાજપના નેતા સુશીલ મોદીએ મતાધિકારનો ઉપયોગ કર્યો હતો
- પંજાબમાં ક્ર્રિકેટર હરભજન સિંહે મતદાન કર્યુ હતું
સાતમાં અને અંતિમ તબક્કામાં 8 રાજ્યોની 59 સીટ પર મતદાન યોજાયું હતું જેમાં પંજાબ અને ઉત્તર પ્રદેશની 13-13 સીટ, બિહાર અને મધ્ય પ્રદેશની 8-8, ઝારખંડની 3, પશ્ચિમ બંગાળની 9, હિમાચલ પ્રદેશની 4 અને ચંદીગઢની 1 સીટ સામેલ હતી.