નવી દિલ્હી : દિલ્હી ચૂંટણીના પુરા પરિણામને હવે ગણતરીના કલાકો બચ્યા છે, ત્યારે દિલ્હી ચૂંટણીમાં કોંગ્રેસના નેતા જગદીશ શર્માએ પક્ષના પ્રતિનિધિત્વ માટે પક્ષે યોગ્ય નેતાની પસંદગી ન કરી હોય તેવો આરોપ પક્ષ પર લગાવ્યો છે. વધુમાં કહેતા જણાવ્યું કે, ગત ચૂંટણીમાંથી પણ પક્ષને કોઇ શીખ મળી નથી. શર્માએ વધુમાં જણાવ્યું કે, પક્ષે આ વખતે જે તે ઉમેદવારને જ ટિકિટ આપીને મોટી ભૂલ કરી છે. કારણ કે તે ઉમેદવાર જ ગત ચૂંટણીમાં પણ જીતી શક્યા નહોતાં.
દિલ્હી પરિણામઃ કોંગ્રેસ નેતાનો અંતરઆત્મા બોલ્યો- 'ટિકિટમાં સોદેબાજી અને ટોચના નેતાઓનો અભાવ નડ્યો' - દિલ્હી ચૂંટણી
વિધાનસભાની ચૂંટણીમાં જીતના દાવેદાર તરીકે કહેવાતું હોય છે કે તેમાં પક્ષના કાર્યકર્તાઓની મહત્વની ભૂમિકા હોય છે, ત્યારે આ વખતે દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ નેતાએ પક્ષે પ્રતિનિધિત્વ માટે યોગ્ય નેતાની પસંદગી કરી ન હોય તેવો આરોપ લગાવ્યો હતો. આ ઉપરાંત પ્રચાર-પ્રસાર પાછળ પણ નેતા નાખુશ થતા જણાવ્યું હતું. પક્ષ ઉમેદવારની પસંદગી કરવામાં પણ ઉણી ઉતરી છે.
ETV BHARAT સાથે ખાસ વાતચીત કરતા જગદીશ શર્માએ જણાવ્યું કે, છેલ્લી વખતની જેમ આ વખતે પણ ટિકિટમાં સોદેબાજી થઇ છે. પક્ષમાંથી રાજીનામુ આપી દેવુ જોઇએ. એટલુ જ માત્ર નહીં, પરંતુ પક્ષે તેના પર શખ્ત કાર્યવાહી કરી તેમને પક્ષમાંથી સસ્પેન્ડ કરવા જોઇએ. વધુ કહેતા જણાવ્યું કે ટોચના નેતાઓના અભાવને કારણે કોંગ્રેસ વિજય બની શકતુ નથી. જ્યાં સુધી પક્ષ તેમને સસ્પેન્ડ નહીં કરે ત્યાં સુધી કોંગ્રેસ માટે દિલ્હીમાં જીત મેળવવી મુશ્કેલ છે.
દિલ્હી વિધાનસભાની મતગણતરી શરૂ થઇ ગઇ છે, ત્યારે તમામની નજર રાજધાની દિલ્હી પર જ છે કે, કેન્દ્રમાં ભલે ભાજપ સરકાર બેઠી હોય પણ રાજ્યમાં કોનું શાસન છે તે તો આગામી કલાકોમાં જ ખબર પડશે. હાલમાં જો બેઠકની વાત કરવામાં આવે તો આપ 57 બેઠક જ્યારે ભાજપ 13 બેઠક પર જ આગળ છે, ત્યારે આંકડાને જોતા આપની જીત નક્કી જ લાગે છે, પરંતુ બાદમાં ક્રિકેટ મેચની જેમ પુછડીયા બેટ્સમેન રંગમાં આવી જાય અને મેચનું પાસુ પલટાવી નાખતા હોય છે, તેમ પલટી જાય તો તેમાં શંકાને કોઇ સ્થાન નથી કેમ કે આ ચૂંટણી છે.