ગુજરાત

gujarat

ETV Bharat / bharat

મહારાષ્ટ્રના રાજકીય ડ્રામાને જોઈ પ્રોફેસર આધાતમાં, કોલેજમાં માગી રજા - Maharashtra news today

ચંદ્રપુર: મહારાષ્ટ્રમાં ચાલી રહેલા રાજકિય નાટકે કેટલાયે લોકોને અચંબામાં નાખી દીધા છે. પરંતુ સમાચાર જોઈએ તો, આ નિર્ણયે એક પ્રોફેસરને આધાતમાં નાખી દીધા હતા અને તેઓ બીમાર પડી ગયા હતા. જે બાબતને લઈને તેઓએ કોલેજમાં રજા માટેની અરજી કરી હતી, પરંતુ કોલેજે તેમની અરજીનો અસ્વીકાર કર્યો છે.

Etv Bharat

By

Published : Nov 24, 2019, 3:53 PM IST

મળતી વિગતો મુજબ, મહારાષ્ટ્રના ચંદ્રપુરથી લગભગ 43 KM દૂર ગઢચંદૂર સ્થિત કોલેજના પ્રોફેસર ઝહિર સૈયદે દાવો કર્યો છે કે, રાજ્યમાં થયેલા રાજકિય નાટકને કારણે તેમણે રજા માટેની અરજી કરી હતી, પરંતુ કોલેજ તેમની અરજીને ના મંજૂર કરી હતી.

પ્રોફેસર ઝહિર દ્વારા રજા માટે આપવામાં આવેલું આવેદન તેમજ તેના માટે આપવામાં આવેલું કારણ વાયરલ થયું રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, ભારતીય જનતા પાર્ટીના દેવેન્દ્ર ફડણવીસ મુખ્યપ્રધાન અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના અજિત પવારે નાયબ મુખ્યપ્રધાનના શપથ લઈને સૌને આશ્ચર્યચકિત કરી દીધા છે.

શનિવાર સવારે 8 વાગ્યે રાજભવનમાં નાટકીય શપથ ગ્રહણ સમારોહમાં રાજ્યપાલ દ્વારા ફડણવીસ અને પવારને શપથ અપાવ્યા બાદ NCPમાં તિરાડ પડી ગઈ છે. પાર્ટી અધ્યક્ષ શરદ પવારે કહ્યું કે, ફડણવીસને ટેકો આપવો એ અજિત પવારનો વ્યક્તિગત નિર્ણય છે.

ABOUT THE AUTHOR

...view details