ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ગરીબીને લીધે ઓનલાઇન ક્લાસ ન મળતાં, કેરળમાં 14 વર્ષની માસૂમ વિદ્યાર્થીનીએ કરી આત્મહત્યા

કેરળમાં ઓનલાઇન ક્લાસમાં ભાગ ન લઈ શકવાની નિરાશાથી 14 વર્ષની વિદ્યાર્થીનીએ આત્મહત્યા કરી હતી. આ ઘટના બાદ રાજ્યમાં વિરોધ-પ્રદર્શન ઉગ્ર બન્યા હતા. મળતી જાણકારી અનુસાર આ વિદ્યાર્થીનીના ઘરમાં એક ટીવી હતું જે કામ નહોતું કરી રહ્યું તેમજ તેના ઘરનો એક માત્ર મોબાઈલ એ પણ ચાર્જ ન હતો.

tribal girl suicide
વિદ્યાર્થીનીએ કરી આત્મહત્યા

By

Published : Jun 3, 2020, 8:34 AM IST

મલપ્પુરમ (કેરળ) : 14 વર્ષની એક આદિવાસી વિદ્યાર્થીનીએ આત્મહત્યા કર્યા બાદ ઉગ્ર વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે. વિદ્યાર્થીની ઓનલાઇન ક્લાસમાં ભાગ ન લઈ શકવાથી નિરાશ હતી. સરકારી સ્કુલના વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન ક્લાસ શરૂ કર્યાના બીજા દિવસે જ આ ઘટના બની હતી.

વિદ્યાર્થીનીની આત્મહત્યાના વિરોધમાં અનેક વિદ્યાર્થી સંગઠનો અને યુવા મોર્ચા દળોના કાર્યકર્તાઓએ જિલ્લા કલેક્ટર અને જિલ્લા શિક્ષણ અધિકારીની કાર્યાલયોમાં વિરોધ પ્રદર્શનો કર્યુ હતું. પ્રદર્શનકારીઓએ જે વિદ્યાર્થીઓ કોઈ પણ રીતે ઓનલાઈન ક્લાસ સુધી નથી પહોંચી શકતા તેવા વિદ્યાર્થીઓ માટે કોઈ ઉપાય શોધવાની માંગણી કરી છે.

મળતી માહિતી મુજબ, યુવતી મલાપ્પુરમના વલાન્ચેરીમાં ખૂબ નાના મકાનમાં રહેતી હતી. વિદ્યાર્થીનીનો પરિવાર ખૂબ જ ગરીબ હતો. ઘરે એક ટીવી છે, જે લાંબા સમયથી ખરાબ હતું અને ઘરની કોઈ વ્યક્તિ પાસે સ્માર્ટ ફોન નથી. તેના માતાપિતાએ કહ્યું કે, સોમવારે સવારથી તે ઓનલાઇન ક્લાસમાં ભાગ ન લેવા બદલ હતાશ અને નાખુશ હતી.

જ્યારે તેની માતાને ખબર પડી કે તે ઘરમાંથી ગાયબ છે તો તેની શોધખોળ શરૂ કરી હતા. આ દરમિયાન તેમને તેના ઘરથી આશરે 200 મીટર દુર પુત્રીની સળગી ગયેલો મૃતદેહ મળ્યો હતો. તેના શરીર પાસે કેરોસીનની બોટલ મળી આવી હતી. મૃતદેહનું પોસ્ટ મોર્ટમ સરકારી મંજેરી મેડિકલ કોલેજ હોસ્પિટલમાં કરવામાં આવશે, ત્યારબાદ મૃતદેહ પરિવારને સોંપવામાં આવશે.

કેરળના મુખ્યપ્રધાન પિનરાય વિજયનને સંબોધિત પત્રમાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ આદિવાસી વિદ્યાર્થીઓ માટે ચિંતા વ્યક્ત કરી છે.

ABOUT THE AUTHOR

...view details