ગુજરાત

gujarat

ETV Bharat / bharat

"મી ઉદ્ધવ બાલાસાહેબ ઠાકરે...." બાદ રાજકારણના દિગ્ગજોની શુભકામના - શિવાજી પાર્ક

મુંબઈ: મહારાષ્ટ્રમાં 18માં મુખ્યપ્રધાન તરીકે શિવાજી પાર્કમાં ઉદ્ધવ ઠાકરેએ શપથ લીધા હતા. તેમની સાથે શિવસેનાના એકનાથ શિંદે અને સુભાષ દેસાઇએ પ્રધાન પદના શપથ લીધા હતા. એનસીપી તરફથી જયંત પાટિલ અને છગન ભુજબળે શપથ લીધા હતા. બાલાસાહેબ થોરાટ જેઓ કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ છે. તેમણે પ્રધાન તરીકે શપથ લીધા હતા. તેમની સાથે નાગપુર ઉત્તર સીટ પરથી કોંગ્રેસના ધારાસભ્ય નીતિન રાઉતે પણ શપથ લીધા હતા. આ શપથ ગ્રહણ સમારોહમાં મહાનુભાવો અને નેતાઓએ હાજરી આપી શુભેચ્છા પાઠવી હતી. જ્યારે વડાપ્રધાનથી લઈ ઘણા નેતાએ ટ્વીટ કરી અભિનંદન આપ્યા હતા.

Uddhav Thackeray News
ઉદ્ધવ ઠાકરે

By

Published : Nov 28, 2019, 10:21 PM IST

વડાપ્રધાન મોદીએ ટ્વીટ કરીને શુભેચ્છા પાઠવી છે. તેમણે ટ્વીટમાં લખ્યું કે, ઉદ્ધવ ઠાકરેજીને મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન પદના શપથ ગ્રહણ કરવા બદલ અભિનંદન. મને વિશ્વાસ છે કે, તે મહારાષ્ટ્રના ઉજ્જવળ ભવિષ્ય માટે ખંતપૂર્વક કામ કરશે.

વડાપ્રધાન મોદી
દેવેન્દ્ર ફડણવીસ

દેવેન્દ્ર ફડણવીસે પણ મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન પદના શપથ લેવા બદલ ટ્વીટ કરી શુભેચ્છા પાઠવી હતી.

નિતીન ગડકરી

નીતિન ગડકરીએ પણ ટ્વીટ કરી કહ્યુ કે, મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરે અને તેમના પ્રધાનમંડળના તમામ સભ્યોને શપથ લેવા બદલ અભિનંદન અને શુભકામનાઓ.

શરદ પવાર

શરદ પવારે પણ ટ્વીટ કરી ઉદ્ધવ ઠાકરેજીને અભિનંદન આપ્યા હતાં.

અજિત પવાર

અજિત પવારે ટ્વીટ કરીને CM ઉદ્ધવ ઠાકરેને અભિનંદન આપ્યા હતા કહ્યું કે, શિવસેના પાર્ટીના પ્રમુખ મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન બનવા બદલ ઉદ્ધવ ઠાકરેજીને અભિનંદન તેમના નેતૃત્વ હેઠળ રાજ્યનો સંપૂર્ણ વિકાસ થશે.

રાજનાથ સિંહ

સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે ટ્વીટ કરી કહ્યું કે, મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન તરીકે શપથ લેવા બદલ ઉદ્ધવ ઠાકરેને અભિનંદ, હું આશા રાખું છું કે, તે લોકોની આશાઓને પૂર્ણ કરવા તરફ પ્રયાણ કરશે અને મહારાષ્ટ્રને વિકાસના માર્ગ પર આગળ વધારશે.

અરવિંદ કેજરીવાલ

દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે મહારાષ્ટ્રના નવા CM ઉદ્ધવ ઠાકરેને અભિનંદન પાઠવ્યા હતા.

મમતા બેનરજી

પશ્વિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનરજીએ ટ્વીટ કરી મહારાષ્ટ્રમાં સરકાર બનાવા આપ્યા આભિનંદન

અશોક ગેહલોત

રાજસ્થાના મુખ્યપ્રધાન અશોક ગેહલોત ટ્વીટ કરી કહ્યું કે, ઉદ્ધવ ઠાકરેને મહારાષ્ટ્રના મુખ્યપ્રધાનના પદના શપથ ગ્રહણ કરવા બદલ અભિનંદન. આશા છે કે, ઠાકરેના નેતૃત્વમાં મહારાષ્ટ્રમાં સફળ વિકાસ થશે.

ABOUT THE AUTHOR

...view details