ગુજરાત

gujarat

ETV Bharat / bharat

કહાની એક એવી મહિલા નેતાની, જે સાંસદ-ધારાસભ્ય અને મેયર તો બની પણ એક થપ્પડથી હારી ગઈ - saroj pandey

રાયપુર: છત્તીસગઢની રાજનીતિમાં એક એવો ચહેરો છે જેની સમગ્ર પ્રદેશ ખાસ બોલબાલા હતી. રાજકારણને લઈ જેટલી ચર્ચામાં રહે છે એટલી તો તે વ્યકિતગત જીવનમાં પણ નહીં રહેતી હોય. નિવેદનો હોય કે વિવાદ આ નેતાનું નામ સામેલ હોય જ. આ કહાની છે ભારતીય જનતા પાર્ટીના નેતા અને છત્તીસગઢ રાષ્ટ્રીય મહાસચિવ સરોજ પાંડેની છે.

twitter

By

Published : Apr 3, 2019, 4:10 PM IST

Updated : Apr 3, 2019, 5:11 PM IST

એક શિક્ષકની દિકરીથી લઈને મજબૂત ચહેરો બનવા સુધીની સફર
સરોજ પાંડે આ વખતે ભાજપના રાષ્ટ્રીય મહાસચિવની સાથે સાથે મહારાષ્ટ્રના પ્રભારી પણ છે. ઉંમગર લગભગ 51 વર્ષ છે. તેમણે છત્તીસગઢની રવિશંકર શુક્લ યુનિવર્સિટીમાંથી સ્નાતકની ડિગ્રી પણ લીધી છે. સરોજ પાંડેએ રાજકારણની શરૂઆત વિદ્યાર્થી નેતા તરીકે શરૂઆત કરી હતી. તેઓ દુર્ગથી મહિલા મહાવિદ્યાલયમાં હતા અને ત્યાંથી જ રાજકારણની શરૂઆત કરી હતી. સરોજ પાંડેના પિતા શિક્ષક રહ્યા છે તથા પરિવાર બિનરાજકીય વાતાવરણ ધરાવે છે પણ સરોજ પાંડે એક જ વખતમાં ધારાસભ્ય, મેયર અને સાંસદ બનવાનો રેકોર્ડ બનાવ્યો છે.

એક નજર રાજકીય સફર પર

સૌથી પહેલા વર્ષ 2000માં સરોજ પાંડે દુર્ગ નગર નિગમની મેયર રહી ચૂકી છે. 2005માં ફરી જીત નોંધાવી. સરોજ પાંડે પ્રદેશ નેતૃત્વની ગુડ બુકમાં સામેલ હતી. 2008માં ભાજપની ટિકીટ પરથી વૈશાલી નગરથી ધારાસભ્ય બની 2009માં દુર્ગથી લોકસભા સાંસદ પણ બની. દરેક જીતની સાથે સરોજ પાંડેનું કદ વધતું જ ગયું સાથે સાથે તેમને છત્તીસગઢના મુખ્યમંત્રી તરીકેનો ચહેરો પણ માનવા લાગ્યા હતા. જો કે, સરોજ પાંડે મુખ્યમંત્રી તો ન બની શકી પણ પ્રદેશમાં અને છેક દિલ્હીમાં તેમનું કદ ચોક્કસ વધી ગયું.

સરોજ પાંડે: સાંસદ-ધારાસભ્ય અને મેયર તો બની પણ એક થપ્પડથી હારી ગઈ

સરોજ પાંડે અમિત શાહ અને જેપી નડ્ડા જેવા નેતાઓની ગુડ બુકમાં સામેલ છે. તો સંઘના મોટા નેતા સૌદાન સિંહ સાથે પણ તેમનું નામ જોડાયેલું છે. ઘણી વાર એવી પણ વાતો બહાર આવી છે કે, સરોજને તેમની જ પાર્ટીના લોકોએ હરાવ્યા છે. 2017માં સરોજ પાંડે છત્તીસગઢમાંથી રાજ્યસભા સાંસદ ચૂંટાઈ આવ્યા હતા.

એક થપ્પડ બની તેમની હારનું કારણ
એક જ સમયમાં ધારાસભ્ય, સાંસદ અને મેયર પદ શોભાવનારી સરોજની જીંદગીમાં એક એવી પણ ક્ષણ આવી હતી કે તેને હારનો સામનો પણ કરવો પડ્યો. આ હારનું કારણ બીજું કાંઈ નહીં પણ માત્ર એક થપ્પડ હતી. ખૂબ ચર્ચાસ્પદ બનેલા આ થપ્પડ કાંડને કારણે 2014માં પાંડેને લોકસભા હારવાનો વારો આવ્યો હતો.

અને લોકસભા હારી ગઈ સરોજ
બન્યું હતું એવું કે, સાજામાં સાહૂ સમાજના એક કાર્યક્રમમાં સરોજ પાંડે હાજર હતી. જ્યાં એક વ્યકિતને તેણે થપ્પડ મારી દીધી હતી. એવું જણાવામાં આવી રહ્યું છે કે, તેમની આ થપ્પડ કોઈ ખાસ કારણ હતું કે પછી કોઈ ખાસ હરકત કરવાને લઈ સરોજ પાંડે થપ્પડ મારી, પણ જે હતું તે શાહૂ સમાજે આ વાતને વ્યકિતગત લઈ સરોજ પાંડેને હરાવા માટે મેદાને ઉતરી આવ્યા.

સરોજ પાંડે 2014માં લોકસભા હારી ગઈ. તેમને કોંગ્રેસના તામ્રધ્વજ સાહૂએ હરાવ્યા હતા. તે સમયે સોરજ પાંડેની હાર પાછળ અનેક કારણોમાં એક કારણ આ પણ હતું કે, સાહૂ સમાજ સરોજ પાંડેથી નારાજ હતો. સાહૂ સમાજ છત્તીસગઢની રાજનીતિમાં એક બહું મોટું ફેક્ટર છે. જો કે, પાંડેની આ હારથી તેને બહું ખાસ ફરક ન પડ્યો ઉલ્ટાનું તેને મહારાષ્ટ્રના પ્રભારી બનાવી દીધા. મહારાષ્ટ્રની જીતથી એક વાર ફરી સોરજ પાંડેનું કદ વધી ગયું.

વિવાદીત નિવેદનો આપવામાં માહેર છે સરોજ પાંડે
સરોજ પાંડેનું અનેક વિવાદો સાથે સંબંધ રહ્યો છે. પોતાના રાજકીય નિવેદનો અને પારિવારીક કારણોને લઈ ઘણી વખત ચર્ચામાં આવે છે. સરોજ પાંડેના નિવેદનોએ અનેક વાર વિવાદો ઉભા કર્યા છે. રાહુલ ગાંધીને મંદબુદ્ધી કહેવાની વાત હોય કે પછી કેરળમાં થયેલી હિંસામાં ઘરમાં ઘુસીને મારવાની વાત હોય હંમેશા ચર્ચામાં રહી છે.

અને છેલ્લે હવે સરોજ પાંડે છત્તીસગઢની મુખ્યમંત્રી તો ન બની શકે પણ કેન્દ્રીય નેતૃત્વમાં તેનું કદ ઘણી વધી ગયું છે.

Last Updated : Apr 3, 2019, 5:11 PM IST

ABOUT THE AUTHOR

...view details