નવી દિલ્હી: દેશની રાજધાનીમાં કોરોનાનો કહેર સતત વધી રહ્યોં છે. જેના કારણે પોલીસ સતત ફરજ બજાવી રહી છે. આવી સ્થિતિમાં પોલીસ કર્મચારીઓને પણ કોરોના થવાની ભીતિ સેવાઇ રહી છે. જેને ધ્યાનમાં રાખીને પોલીસ કમિશ્નર દ્વારા આદેશ આપવામાં આવ્યા છે કે, દરેક વિભાગમાં તૈનાત પોલીસ કર્મચારીઓને આ 10 દિવસ માટે આઇસોલેશનમાં વોર્ડમાં રાખવામાં આવે.
કોરોના: દિલ્હીમાં પોલીસકર્મીઓને 10 દિવસ માટે આઇસોલેશનમાં રાખવામાં આવે
નવી દિલ્હીમાં કોરોના વાઇરસનો કહેર યથાવત છે. સમગ્ર દેશમાં 21 દિવસનું લોકડાઉન છે. જેના કારણે પોલીસ સતત રસ્તાઓ પર ફરજ બજાવી રહી છે. આવી સ્થિતિમાં પોલીસ કર્મચારીઓને પણ કોરોના થવાની ભીતિ સેવાઇ રહી છે.
નવી દિલ્હીમાં લોકડાઉન હોવાથી, પોલીસ રસ્તાઓ પર હાજર છે. જેથી રાજધાનીમાંં ગુનાઓ પણ ઘણા ઓછા જોવા મળે છે. જેના કારણે પોલીસ લોકડાઉનને સંપૂર્ણ રીતે પાલન કરાવામાં લાગી ગઇ છે. આવી સ્થિતિમાં પોલીસકર્મીઓમાં કોરોના વાઇરસ ફેલાવાનો ભય રહે છે. જેથી પોલીસ અધિકારીઓ દ્વારા તેમની સલામતીને ધ્યાને લઇ તમામ વ્યવસ્થા કરવામાં આવી છે.
પોલીસ કમિશ્નરે આદેશ આપ્યો કે, હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, દિલ્હી પોલીસ કમિશ્નર એસ.એન. શ્રીવાસ્તવે તમામ જિલ્લાઓના અધિકારીઓને આદેશ આપ્યો કે, તેઓ તેમના યુનિટના 25 ટકા પોલીસને શુક્રવારથી 10 દિવસના આઇસોલેશન વોર્ડમાં મોકલવામાં આવે. જેથી 40 દિવસની અંદર 100 ટકા પોલીસકર્મીઓના આઇસોલેશન પુરૂ કરી શકાય.
આ આદેશમાં પોલીસ કમિશ્નરએસ.એન. શ્રીવાસ્તવે કહ્યું કે, આઇસોલેશન પર મોકલતા પહેલા એ પણ ધ્યાન રાખવામાં આવે કે, કોઇ જગ્યાએ વ્યવસ્થામાં પોલીસકર્મીઓની કમી ન જણાય. જે જગ્યા પર પોલીસકર્મીઓની જરૂર છે, ત્યાના થોડા પોલીસકર્મીઓને આઇસોલેશનમાં મોકલવામાં આવશે.