ગેંગસ્ટર વિકાસ દુબે આંબા અને મોરેના થઈને મધ્યપ્રદેશમાં પ્રવેશ કર્યો, બાદમાં તે ગુણા અને શિવપુરીની સીમા પાર કરીને ઉજ્જૈન પહોંચ્યો. જેથી પોલીસ અને ગુપ્તચર વિભાગ ઉપર અનેક સવાલો ઉભા થયા છે. કારણ કે, રાજ્યના વિવિધ ભાગોમાં પહેલાથી જ ચેતવણી આપવામાં આવી હતી કે વિકાસ દુબેને પકડવા માટે સરહદી વિસ્તારો પર કડક દેખરેખ રાખવામાં આવે.
LIVE UPDATES : વિકાસ દુબે પોલીસનાં સંકજામાં, અત્યાર સુધીનો ઘટનાક્રમ
कानपुर का गैंगस्टर विकास दुबे उज्जैन के महाकाल मंदिर से गिरफ्तार कर लिया गया है. बताया जा रहा है कि उसने मंदिर में पहुंचकर पुलिस को अपनी मौजूदगी की सूचना दी. इसके बाद मध्यप्रदेश पुलिस ने विकास दुबे को गिरफ्तार किया.
18:44 July 09
વીડિયો કોન્ફરન્સ દ્વારા વિકાસ દુબેને મેજીસ્ટ્રેટ સમક્ષ હાજર કરાયો
16:51 July 09
થોડી ક્ષણોમાં ગેંગસ્ટર વિકાસ દુબેને ઉજ્જૈન પોલીસ કોર્ટમાં રજૂ કરશે
13:51 July 09
વિકાસ દુબે ગુના અને શિવપુરી સીમાઓથી ઉજ્જૈન પહોંચ્યા
13:48 July 09
વિકાસ દુબેની ધરપકડ પર કોંગ્રેસ સચિવ પ્રિયંકા ગાંધીએ કર્યું ટ્વિટ
કોંગ્રેસ સચિવ પ્રિયંકા ગાંધીએ ટ્વિટ કરતા કહ્યું હતું કે, યૂપી સરકાર સંપૂર્ણ નિષ્ફળ રહી છે. રાજ્યભરમાં એલર્ટ હોવા છતા આરોપી ઉજ્જૈન સુધી પહોંચ્યો એ સુરક્ષાના દાવાઓ પોકળ સાબિત થયા છે અથવા તો મિલીભગત તરફ ઈશારો કરી રહ્યા છે.
13:02 July 09
વિકાસ દુબેની માતાએ કહ્યું, દર વર્ષે મહાકાલ મંદિર જાય છે વિકાસ દુબે
વિકાસ દુબેની માતાએ કહ્યું, 'દર વર્ષે વિકાસ જાય છે મહાકાળ મંદિર, ભગવાને જ તેને બચાવ્યો છે. સરકારને જે ઠીક લાગે એ કરે, અત્યારે તો સમાજવાદી પાર્ટીમાં છે વિકાસ દુબે'
12:34 July 09
ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી કૈલાસ વિજયવર્ગીયનું ટ્વિટ
કુખ્યાત વિકાસ દુબેની ધરપકડ કરવા બદલ ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી કૈલાસ વિજયવર્ગીયાએ ઉજ્જૈન પોલીસને અભિનંદન પાઠવ્યા હતા.
12:31 July 09
અખિલેશ યાદવે કર્યું ટ્વિટ
અખિલેશ યાદવે ટ્વિટ કરી કહ્યું વિકાસ દુબેની ધરપકડ કરવામાં આવી છે કે તેણે સરન્ડર કર્યું છે તેની સરકાર સ્પષ્ટા કરે અને તેના મોબાઈલની માહિતી બહાર પાડે જેથી ખબર પડે કે કોની કોની મિલીભગત છે.
12:29 July 09
"મેં વિકાસ દુબે હૂં, કાનપુર વાલા."
ઉજ્જૈનમાં ધરપકડ થયા પછી, વિકાસ દુબે કબૂલે છે, "મેં વિકાસ દુબે હૂં, કાનપુર વાલા."
12:29 July 09
ધરપકડ પહેલા વિકાસ દુબે મંદિરમાં
- આ રીતે મંદિર પરિસરમાં ફરી રહ્યો હતો કુખ્યાત વિકાસ દુબે
12:28 July 09
શું કહે છે વિકાસ દુબેની ઓળખ કરનારો પહેલો વ્યક્તિ સિક્યુરિટી ગાર્ડ
- ઉજ્જૈનના મંદિર નજીક વોન્ટેડ ગેંગસ્ટર વિકાસ દુબેની ઓળખ કરનારો પહેલો વ્યક્તિ સિક્યુરિટી ગાર્ડ લખન યાદવ હતો.
- લખને તાત્કાલિક પોલીસ અને ડિપાર્ટમેન્ટના અધિકારીઓને વિકાસ દુબેને બે કલાક રોક્યા બાદ તેની જાણ કરી.
11:54 July 09
શિવરાજ સિંંહ ચૌહાણે યુપીના સીએમ યોગી આદિત્યનાથ સાથે કરી વાત
- શિવરાજ સિંંહ ચૌહાણે યુપીના સીએમ યોગી આદિત્યનાથ સાથે કરી વાત, આજે જ વિકાસ દુબેને યુપી પોલીસને સોંપાઈ શકે છે
11:50 July 09
શિવરાજ સિંહ ચૌહાણે એમપી પોલીસને પાઠવી શુભેચ્છા
- શિવરાજ સિંહ ચૌહાણે ખુંખાર આરોપી વિકાસ દુબેને પકડવા બદલ એમપી પોલીસને પાઠવી શુભેચ્છા
11:47 July 09
મધ્યપ્રદેશના નેતા નરોતમ મિશ્રાએ ટ્વીટ કરી વિકાસની ધરપકડ થઈ હોવાની જાણકારી આપી હતી.
- મધ્યપ્રદેશના નેતા નરોતમ મિશ્રાએ ટ્વીટ કરી વિકાસની ધરપકડ થઈ હોવાની જાણકારી આપી હતી.
11:32 July 09
કાનપુર ફાયરિંગના મુખ્ય આરોપી વિકાસ દુબેની ઉજ્જૈનથી ધરપકડ કરવામાં આવી છે.
- મધ્ય પ્રદેશ/ઉજ્જૈન: કાનપુરમાં કુખ્યાત ગેંગસ્ટર વિકાસ દૂબેને પકડવા ગયેલી પોલીસ ટીમ પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું. જેમાં 8 પોલીસકર્મીઓ શહીદ થયા હતા. ફાયરિંગમાં 6 પોલીસકર્મીઓ સહિત 7 લોકો ધાયલ થયા હતા. આ ફાયરિંગમાં હિસ્ટ્રીશીટર વિકાસ દુબે અને તેના સાથીઓ દ્વારા કરવામાં આવ્યું હતું. જેથી આ શૂટઆઉટના મુખ્ય આરોપી વિકાસ દુબેની ઉજ્જૈનમાંથી ધરપકડ કરવામાં આવી છે.